ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે વીજળી પડતાં નવ વર્ષીય બાળકનું મૃત્યુ થતાં તેના પરિવારને એસ.ડી.આર.એફ. રાહત ફંડમાંથી રૂ।.૪,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી.

0
389

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના રહીશ બારીયા રમેશભાઈ પાંગળાભાઈના નવ વર્ષીય પુત્ર બારીયા પરેશભાઈ તારીખ.૨૧/૦૮/૨૦૧૭ ના રોજ બપોરના સમયે ડુંગરાળ વિસ્તારમાં તેમના અગિયાર વર્ષીય મોટા ભાઈ સાથે ઢોરો ચારવતા હતા તે દરમ્યાન બપોરે બે વાગ્યા અરશામાં આ બંને સગાં ભાઈઓ ઉપર કડાકા સાથે આકાશી વીજળી પડતાં બારીયા પરેશભાઈનું ઘટના સ્થળેજ મરણ થયેલ હતું.

કુદરતી આપત્તિને લીધે નવ વર્ષીય બારીયા પરેશભાઈનું મૃત્યુ થયેલ હોય જેથી મૃત્યુ પામનારના કાયદેસરના વારસદારોને મૃત્યુ સહાય ચુકવવા માટે ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને સાધનિક કાગળો સાથે દરખાસ્ત રાજુ કરવામાં આવી હતી. તથા કુદરતી આપત્તિના લીધે મૃત્યુ થયેલ છે તે અંગે જરૂરી પ્રમાણપત્રો ગરબાડા તાલુકા વિકાસ અધિકારીએ રજૂ કરી સહાય મંજૂર કરવા ભલામણ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી દાહોદ દ્વારા દરખાસ્ત મંજૂર કરી કુદરતી આપત્તિને લીધે નવ વર્ષીય બારીયા પરેશભાઈનું મૃત્યુ થયેલ હોય મૃત્યુના કિસ્સામાં તેઓના કાયદેસરના વાલી વારસદાર તેમના પિતા બારીયા રમેશભાઈ પાંગળાભાઈને એસ.ડી.આર.એફ. રાહત ફંડમાંથી સહાયની રકમ રૂ।.૪,૦૦,૦૦૦/- ચેકથી ચૂકવવા આવી હતી. જે ચેક તથા વાલી તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here