ગરબાડા તાલુકાના નેલસુર ગામની નેલસુર મુખ્ય પ્રાથમિક શાળામાં ૭૧માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી ખુબ ધૂમધામથી ઉજવવામાં આવી

0
394

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામની નેલસુર  મુખ્ય પ્રા. શાળામા  ૭૧મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી ખુબ ધૂમધામથી કરવા આવી. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષકો હાજર રહ્યા.  કાર્યક્રમના અધ્યક્ષ  આર.ડી.બારીયા સાહેબ શાળાના વિદ્યાર્થીઓને આઝાદીનો ઇતિહાસ, અંગ્રેજોનું ભારતમા આગમન, શિક્ષણનુ મહત્વ, દેશનુ રક્ષણ વગેરે મુદ્દાઓ પર ખુબ ઉડાણ પુર્વક માહીતી આપી હતી.                                              આ શુભ પ્રસંગે જેસાવાડા સામુહીક આરોગ્ય કેન્દ્ર, જેસાવાડા ના મેડીકલ ઓફીસરશ્રી ડો. નીતીન આર. બારીયા  સાહેબ હાજર રહીને સૌ વિદ્યાર્થીઓ ગ્રામજનોને હાલમા ગુજરાતમા વધુ પ્રસરતા સ્વાઇન ફલુના રોગનો ફેલાવાના લક્ષણો તેનાથી બચવાના ઉપાયો વગેરે આરોગ્ય લક્ષી મુદ્દાઓ પર ખુબ અગત્યની માહીતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here