ગરબાડા તાલુકાના પટેલીયા સમાજના આદિવાસીઓએ અનોખી રીતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરી

0
185

આજે તા. ૦૯/૦૮/૨૦૨૨ ને મંગળવારના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી ગરબાડા તાલુકાના પટેલીયા આદિવાસી સમાજના લોકો જેઓ પોતાના નોકરી રોજગાર અર્થે માતૃભૂમિને છોડી કર્મભૂમિમાં રહે છે તેઓએ આ દિવસ ઉજવવા માટે કર્મભૂમિ થી માતૃભૂમિ હરીભરી રહે તે માટે વડોદરામાં રહેતા આદિજાતિ પટેલીયા સમાજ તથા ઓલ ગુજરાત આદિજાતિ પટેલીયા સમાજના બેનર નીચે અગ્રણીઓના માર્ગદર્શનમાં ગરબાડા તાલુકાના 22 ગામોમાં કલમવાળા આંબાનું વિતરણ કર્યું હતું. જેમાં દરેક ગામમાં 111 આંબા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેનું સંચાલન વડોદરાના રહેવાસી સુરેશભાઈ પરમાર તથા વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી “Green Dahod District, Green Garbada” ના નારા સાથે કરી હતી તથા આ આંબા વિતરણમાં જેઓએ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપ્યો છે, તેઓનો ઓલ ગુજરાત આદિજાતિ પટેલીયા સમાજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here