ગરબાડા તાલુકાના પાટિયા ગામે સત્તર વર્ષની સગીરા ઉપર બળાત્કાર

0
458

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકાના પાટિયા ગામે સત્તર વર્ષીય સગીરા ઉપર તેની મરજી વિરુદ્ધ તેનાજ ગામના ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ સંદર્ભે બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ બળાત્કાર કરનાર ઈસમ તથા બળાત્કાર દરમ્યાન બહાર ચોકીદારીમાં ઊભો રહી મદદગીરી કરનાર બીજા એક ઈસમ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાના પાટિયા ગામે રહેતી સત્તર વર્ષીય સગીરા કે જે હાલ ધોરણ 12 માં અભ્યાસ કરે છે. સગીરાના માતાપિતા મજૂરી અર્થે બહાર ગામ હતા. તારીખ.25/08/2017 ના રોજ બળાત્કારનો ભોગ બનેલ સગીરા તથા તેનો ભાઈ તથા તેની નાની બહેન તેમના ઘરે હતા અને રાત્રે જમ્યા પછી બળાત્કારનો ભોગ બનેલ સગીરા આગળ રૂમમાં લાઇટ ચાલુ કરી વાંચતી હતી અને તેના ભાઈ બહેન અંદરના રૂમમાં સૂતા હતા તે દરમ્યાન રાત્રિના આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં તેનાજ ગામના અને ફળીયામાં જ રહેતો કરણ હિમા ભુરીયા આવ્યો હતો અને તેને દરવાજો ખખડાવતા કોણ છે તેમ પૂછતાં કરણ હિમા ભુરીયાએ ઓળખાણ આપતા સગીરા દરવાજો ખોલીને પૂછ્યું કે રાત્રે કેમ આવ્યા છો તો તેને કહેલ કે સિમ આપવા આવ્યો છું તેવું કહી સગીરાના શરીરે હાથ ફેરવી ખાટલા ઉપર બેસી ગયેલ અને એકદમ સગીરા સાથે બાથમબથી કરી સગીરાના પહેરેલ કપડાં કાઢી નગ્ન કરી દીધેલ અને હું તને પત્ની તરીકે રાખીશ તેમ કહી સગીરાનું મોઢું દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી કરણ હિમા ભુરીયાએ સગીરા ઉપર જબરજસ્તીથી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી સગીરાનો ભાઈ તથા તેની નાની બહેન જાગી ગયેલ અને બૂમાબૂમ કરતાં બાબુ શકરા ભુરીયા, પ્રવીણ શકરા ભુરીયા તથા મિથુન ભિખા ભુરીયાનાઓ આવી જઈ કરણ હિમાને પકડી પાડી બહાર લઈ ગયા હતા. થોડી વાર પછી બાબુ શકરા ભુરીયાએ સગીરા વાત કરેલ કે મહેન્દ્ર રમણ ભુરીયા બહાર ઊભો હતો અને તેને મારી સાથે મારામારી કરી કરણ હિમા ભુરીયાને લઈને જતો રહેલ છે.

આ બનાવ સંદર્ભે બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ બળાત્કાર ગુજારનાર કરણભાઈ હિમાભાઈ ભુરીયા તથા ચોકીદાર તરીકે બહાર ઊભા રહી મદદગારી કરનાર મહેન્દ્રભાઈ રમણભાઈ ભુરીયા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.79/2017 ઇ.પી.કો.કલમ.376 એન, 506(2), 114 તથા પોકસો એક્ટ કલમ.3, 4 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here