ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે લગ્નની જાનમાં આવેલ જાનૈયાએ નાચતા નાચતા તેની લાઇસન્સવાળી બંદુકમાંથી લાપરવાહીથી ત્રણ ફાયરીંગ કરતાં ત્યાં નાચી રહેલા છોકરાને ગોળી વાગતા છોકરો ઇજાગ્રસ્ત.

0
339

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામના બોરીયાલી ફળીયામાં અભલોડથી જાન આવી હતી અને જાનમાં એક વ્યક્તિ તેની પાક રક્ષણના લાઇસન્સવાળી બંદૂક લઈને આવ્યો હતો અને ડિ.જે.માં નાચતા નાચતા આ વ્યક્તિએ તેની બંદુકમાંથી હવામાં બે ફાયરીંગ કર્યા હતા અને બંદુકમાં ગોળી ભરી ત્રીજું ફાયરીંગ કરતાં બંદૂકની નાળ નીચે નમી જતાં ત્યાં નાચી રહેલ એક છોકરાને બંદુકની ગોળી વાગતા આ છોકરાને બંને પગોની સાથળમાં તેમજ હાથના કાંડા ઉપર ગોળી વાગતા ઇજાઓ થવાથી બેભાન થઈ જતાં છોકરાને સારવાર અર્થે ૧૦૮ વાન મારફતે દાહોદ સમીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ સંબંધે જાનમાં લાપરવાહીથી ફાયરીંગ કરનાર ઈસમ વિરુદ્ધ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામના બોરીયાલી ફળીયામાં રહેતા લીંબુબેન રમણભાઈ બામણીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના બોરીયાલા ગામના બોરીયાલી ગારી ફળીયામાં રહેતા પશવાભાઈ જોખલાભાઈ અમલીયારની છોકરીની સગાઈ ગરબાડા તાલુકાનાં અભલોડ ગામમાં રહેતા કનુભાઈ જોખલાભાઈ ડામોરના છોકરા વિક્રમભાઈ સાથે થઈ હતી અને તારીખ.૨૨/૦૬/૨૦૧૭ ના રોજ લગ્ન હોવાથી અભલોડથી જાન બોરીયાલાના બોરીયાલી ફળીયામાં આવી હતી અને જાનમાં ડી.જે. પણ આવેલ હોવાથી અભલોડ ગામના ભુદરખેડી ફળીયાના માણસો નાચતા હતા અને અભલોડ ગામના ભુદરખેડી ફળીયામાં રહેતા બચુભાઈ ચુનીયાભાઈ પલાસ તેમની પાક રક્ષણના લાઇસન્સવાળી બંદુક લઈને જાનમાં આવ્યા હતા અને તેઓ પણ નાચતા હતા અને અભલોડ ગામના મેડા બહાદુરભાઈ નારણભાઈ તથા મેડા નરેશભાઇ રાયચંદભાઈ પણ જાનમાં આવ્યા હોવાથી તેઓ પણ નાચવા લાગ્યા હતા તે વખતે બપોરના આશરે સાડા ચાર વાગ્યાના સુમારે બચુભાઈ ચુનીયાભાઈ પલાસે નાચતા જઈ હવામાં બે ફાયરીંગ કર્યા હતા અને ત્યાર બાદ બંદુકમાં બીજી ગોળી ભરીને નાચતા હતા તે વખતે બચુભાઈ ચુનીયાભાઈ પલાસે ફરીવાર ફાયરીંગ કરતાં બંદુકની નાળ નીચે તરફ આવતા ત્યાં નાચી રહેલા નરેશભાઇ રાયચંદભાઈ મેડાને બંને પગોની સાંથળમાં તથા હાથના કાંડા પાસે ગોળી વાગતા નરેશભાઈના બંને પગોમાંથી લોહી નીકળવા લાગતા તેઓ બેભાન થઈ જમીન ઉપર પડી જતાં જાનમાં આવેલા બીજા માણસો ભેગા થઈ ગયા હતા અને કોઇકે ૧૦૮ વાનને ફોન કરી બોલાવતા ૧૦૮ વાન આવી જતાં લીંબુબેન રમણભાઈ બામણીયા તથા બહાદુરભાઈ નારણભાઈ મેડા વિગેરે માણસોએ નરેશભાઇ રાયચંદભાઈ મેડાને ૧૦૮ વાનમાં સુવડાવી દાહોદ સમીર હઠીલાના દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા.

આ બનાવ સંબંધે ઇજા પામનાર નરેશભાઇ રાયચંદભાઈ મેડાની ફોઇ લીંબુબેન રમણભાઈ બામણીયાએ તારીખ.૨૩/૦૬/૨૦૧૭ ના રોજ બચુભાઈ ચુનીયાભાઈ પલાસ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૯/૧૭ ઈ.પી.કો.કલમ.૩૩૮, તથા આર્મ્સ એક્ટ ૧૯૫૯ ની કલમ.૩૦ તથા જી.પી.એક્ટ.કલમ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here