ગરબાડા તાલુકામાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
284

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ભારતીય સંસ્કૃતિમાં બારેય માસમાં દર માસે આવતી પૂર્ણિમા તેનું ધાર્મિક મહાત્મય ધરાવે છે. તેમાંય અષાઢ માસમાં આવતી પુર્ણિમા એ ગુરુપૂર્ણિમા તરીકે ઓળખાય છે અને તેનું વિશેષ મહત્વ છે. ગુરુ પુર્ણિમા એ ગુરુ અને શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરૂ પુર્ણિમાના દિવસે સમસ્ત ભારતમાં શિષ્યો પોતાના ગુરૂનું પૂજન કરીને તેમનાં આશીર્વાદ મેળવે છે. ગુરૂ પુર્ણિમાના દિવસે ગુરૂના ઋણમાંથી મુક્ત થવા માટે તેમનું પૂજન, અર્ચન કરવું તે હિન્દુ પ્રણાલિકા છે.

ગુરુ પુર્ણિમાની ઉજવણી નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રંગ કુટીર ઉપર શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે નવ કલાકે પાદુકા પૂજન, સવારે અગિયાર કલાકે દત્ત ધૂન, ભજન, દત્ત બાવની અને અડતલીસાના સમૂહમાં પાઠ તેમજ આરતી ત્યાર બાદ મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.

ગરબાડા તાલુકામાં અન્ય મંદિરોમાં પણ ગુરુ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here