ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે ૪૬ તથા વોર્ડ સભ્ય માટે ૨૧૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા

0
122

PRIYANK CHAUHAN  – GARBADA 

 

સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તારીખ.૦૪ ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૪૬ ઉમેદવારોએ અને વોર્ડ સભ્ય માટે ૨૧૩ તથા ખેડા ફળીયામાં બે વોર્ડ સભ્ય માટે ૦૫ મળી કુલ ૨૧૮ ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્રો ગરબાડા મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયતમાં રજુ કર્યા છે.

ગ્રામ પંચાયત   સરપંચ માટેના ફોર્મ    વોર્ડ સભ્ય માટેના ફોર્મ

વજેલાવ                ૧૦                             ૪૦

ચંદલા                    ૦૩                            ૧૯

નેલસુર                   ૦૫                            ૨૩

ભુતરડી                  ૦૩                            ૧૩

ઝરીબુઝર્ગ              ૦૯                            ૪૫

વડવા                    ૦૪                            ૩૦

પાટીયાઝોલ            ૦૬                           ૧૬

પાંદડી                    ૦૬                           ૨૭

ખેડા ફળીયા             –                             ૦૫

કુલ                        ૪૬                        ૨૧૮

ઉમેદવારી પત્રોની ચકાસણો તા.૨૨/૦૧/૨૦૧૮ તથા ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તા.૨૩/૦૧/૨૦૧૮ બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here