ગરબાડા તાલુકામાં BSNL ની સેવાઓ વારંવાર ખોટકાઈ જવાનાં કારણે લોકોમાં આક્રોશ

0
540

Priyank new Passport Pic

NewsTok24 – Priyank Chauhan – Garbada

ગરબાડા તાલુકામાં BSNL દ્વારા આપવામા આવતી બ્રોડબૈંડ સેવા, લેન્ડલાઇન તેમજ મોબાઈલ સેવા વારંવાર ખોરવાઈ જવાના કારણે લોકો પરેશાન બન્યા છે. હાલનાં ડિજિટલ યુગમા ઈન્ટરનેટ તેમજ મોબાઇલ સેવા અત્યંત જરૂરી છે અને તેના માધ્યમથી દરેક કામ થાય છે. ઇન્ટરનેટનાં મધ્યમથી લોકો ઓનલાઇન અરજી ફોર્મ,ઓનલાઇન ફી, ઇ-કોમર્સ, ઇન્ટરનેટ બેન્કિંગ, શેર ટ્રેડિંગ, ઇ-બિલિંગ વિગેરે વ્યવહાર કરતાં હોય છે.

       ગરબાડા તાલુકામાં BSNL ની ઇન્ટરનેટ સેવા વારંવાર ખોરવાઈ જવાને લીધે લોકોના બેન્કિંગ વ્યવહાર તેમજ ધંધાદારી લોકોનાં ધંધામાં માઠી અસર પહોંચે છે. મહિનામા 3 થી 4 વખત મોબાઇલ અને લેન્ડલાઇન સેવા તેમજ ખાસ કરીને બ્રોડબૈંડ સેવા ઠપ્પ થઈ જાય છે.

       લાઇન બંધ હોવા બાબતની રજૂઆત BSNL નાં સ્થાનિક કર્મચારીઓને કરતાં તેઓ જણાવે છે કે, કેબલમાં ફોલ્ટ હોવાનાં કારણે પેર મળતી નથી અને તેનાં કારણે સેવાઓ વારંવાર ખોરવાઈ જાય છે અને તમે દાહોદ ઓફિસમાં રજૂઆત કરો તેઓ ઉદ્ધત જવાબ આપ્યા હતા .

       આ તમામ સેવાઓ ખોરવાઈ જવાને લીધે ગ્રાહકો ટેલિફોન ઓફિસ દાહોદનો સંપર્ક કરે છે તો ત્યાથી ઉડાઉ જવાબ આપવામાં આવે છે. ગ્રાહક ઇન્ટરનેટ સેવા બંધ હોવાની ફરિયાદ કરે છે તો BSNL નાં અધિકારીઓ તેમની ઓફિસમાં બેઠાબેઠા કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કહે છે કે, તમારા કોમ્પુટરમાં ખામી હશે તમારા મોડેમમાં ખામી હશે તેવાં ઉડાઉ જવાબ આપે છે.

              હાલમાં ગરબાડામાં બ્રોડબૈંડ સેવા બિલકુલ ધીમી ચાલે છે. ગ્રાહકોને તેમનાં પ્લાન મુજબની સ્પીડ મળતી નથી. આખી લાઇન બેસી જાય છે, લાઇનમાં ડિસ્ટર્બ પણ ખૂબજ આવે છે. લાઇન ડિસ્ટર્બનાં કારણે ઇન્ટરનેટના ડેટા પણ પૂરતા મળતા નથી અને ફોનમાં સામે છેડેથી શું બોલે છે તે પણ સમજ પડતી નથી. આમ ગ્રાહકોનાં બિલનાં નાણાં એળે જતાં હોય તેમ લાગે છે.

       એક તરફ ભારત સરકાર ડિજિટલ ઈન્ડિયાની જાહેરાત કરે છે અને બીજી તરફ BSNL ભારત સરકારનાં ડિજિટલ ઈન્ડિયાની મજાક ઉડાવતું હોય તેમ લાગે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here