ગરબાડા પોલીસે મધ્યપ્રદેશ તરફથી મેક્સ જીપમાં લાવવામાં આવતો રૂ।.૧,૬૮,૦૦૦/- ની કિંમતની ઇંગ્લિશ દારૂ તથા બીયર ભરેલી ૯૦ પેટીઓ બાતમીના આધારે ઝરીબુઝર્ગ ગામેથી ઝડપી પાડી

0
317

PRIYANK CHAUHAN – GARBADA

 

ગરબાડા પોલીસ સબઈન્સ્પેકટર તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા ગલાલિયા હાટના મેળામાં બંદોબસ્તમાં હતા તે દરમ્યાન ગરબાડા પી.એસ.આઈ.ને મળેલ બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઇ સહિતના સ્ટાફના માણસોએ ગરબાડાના ઝરીબુઝર્ગ ભૂરીયા કૂવા ફળિયામાં નાકાબંધી કરી વોચ રાખતા તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી મહિન્દ્રા મેક્સ જીપમાં લાવવામાં આવતો રૂ।.૧,૬૮,૦૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડી રૂ।.૨,૫૦,૦૦૦/- ની કિંમતની મહિન્દ્રા મેક્સ જીપ સહિત રૂ।.૪,૧૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ મેક્સ જીપના ચાલકને ઝડપી પડેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, તારીખ.૨૫/૦૨/૨૦૧૭ ના રોજ બપોરના સમયે ગરબાડા પી.એસ.આઈ. તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા ગલાલિયા હાટના મેળામાં બંદોબસ્તમાં હતા તે દરમ્યાન ગરબાડા પી.એસ.આઈ.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, M.P. માંથી એક મહિન્દ્રા મેક્સ ગાડી નં.MP.45.D.0545 ઇંગ્લિશ દારૂ ભરી આવે છે. જે બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઈ તેમના સ્ટાફના માણસો સાથે રાખી ગરબાડાના ઝરીબુઝર્ગ ભૂરીયા કૂવા ફળિયામાં નાકાબંધી કરી વોચમાં હતા તે દરમ્યાન બાતમીવાળી મહિન્દ્રા મેક્સ ગાડી નં.MP.45.D.0545 આવતા ગાડીના ચલકે પોલીસને જોઈ ગાડી રોડની બાજુમાં ઊભી રાખી નાસવા જતાં તેને પોલીસે પકડી પડેલ અને તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ દિનેશભાઈ ફતિયાભાઈ બામણીયા, રહે.સેજાવાડા, જામળા ફળીયા, તા-ભાભરા, જીલ્લો.અલીરાજપુર (મ.પ્ર.) હોવાનું જણાવેલ અને પોલીસે સદર મેક્સ જીપમાં તપાસ કરતાં મેક્સ ગાડીમાંથી ખાખી પુઠાના તથા સફેદ પુઠાના ઇંગ્લિશ દારૂ તથા બીયરની બોટલો ભરેલા 90 બોક્ષ મળી આવતા તે તમામ બોક્ષ કાઢી જોતાં ૫૦ સફેદ પુઠાના બોક્સમાં કિંગ વ્હીસ્કી ડિસ્ટીલેડ બ્લેંડેડ એંડ બોટલેડ બાય ગ્રેટ ગેલિયન વેંચૂર લી. ડી.ધાર (એમપી)ના માર્કાની ઇંગ્લિશ દારૂની ૧૮૦ મિલીની ૨૪૦૦ બોટલો જેની કુલ કિંમત રૂ।.૧,૨૦,૦૦૦/- તથા ૪૦ ખાખી પુઠાના બોક્સમાં બ્લેક ફોર્ડ સુપર સ્ટ્રોંગ બીયરની ૬૫૦ એમ.એલ.ની ૪૮૦ બોટલો જેની કુલ કિંમત રૂ।.૪૮,૦૦૦/- મળી કુલ રૂ।.૧,૬૮,૦૦૦/- ની કિંમતની દારૂ તથા બીયરનો જથ્થો મળી આવતા ગરબાડા પોલીસે વગર પરમિટે મધ્યપ્રદેશથી મહિન્દ્રા મેક્સ જીપમાં લાવવામાં આવતો રૂ।.૧,૬૮,૦૦૦/- ની કિંમતના ઇંગ્લિશ દારૂ તથા બીયર ભરેલા કુલ ૯૦ બોક્ષ ઝડપી પાડી રૂ।.૨,૫૦,૦૦૦/- ની કિંમતની મહિન્દ્રા મેક્સ જીપ નં.MP.45.D.0545 સહિત કુલ રૂ।.૪,૧૮,૦૦૦/- નો મુદ્દામાલ ગરબાડા પોલીસે જપ્ત કરેલ છે.

આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનના અ.હે.કો. નરવતભાઇ નાથાભાઈએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પકડાયેલા મહિન્દ્રા મેક્સ જીપ ના ચાલક દિનેશભાઈ ફતિયાભાઈ બામણીયાની અટક કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here