ગરબાડા પોલીસે મિનાકયાર બોર્ડર પરથી બોડેલીના દંપતીની કારમાંથી ₹.75600/- ની કિંમત ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

0
297

 

દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા  તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા બાબતે દાહોદ પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર તથા નાયબ પોલીસ અધિક્ષક ચાવડા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મળેલ સૂચનાના આધારે ગરબાડા PSI વી.આર.મકવાણા તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન મિનાકયાર ચેક પોસ્ટ નજીક આવતા ગરબાડા પીએસઆઇને આધારભૂત બાતમી મળી હતી કે, એમ.પી. તરફથી એક સફેદ કલરની એસેંટ ગાડી નંબર.GJ.06.BL.0467 માં એક ઈસમ તથા એક બહેન ઇંગ્લિશ દારૂ ભરી લઈ ગરબાડા તરફ આવે છેસદર મળેલ માહિતીની આધારે ગરબાડા પીએસઆઇ તેમના સ્ટાફના માણસો સાથે મિનાક્યાર ચેકપોસ્ટ ઉપર વોચમાં ઊભા હતા તે દરમ્યાન બાતમીવાળી સફેદ કલરની એસેંટ ગાડી આવતી હોવાનું જણાતા પોલીસે ગાડી ઊભી રખાવી પોલીસે ગાડીના ચાલક તથા બાજુમાં બેઠેલ બહેનને નીચે ઉતારી તેમનું નામઠામ પૂછતા ગાડીના ચાલકે તેનું નામ પ્રવીણસિંહ ગણપતસિંહ ચૌહાણ જણાવેલ તથા ગાડીમાં બઠેલ બહેનનું નામ પૂછતા આશાબેન પ્રવીણસિંહ ચૌહાણ, બંને રહે. ચંદ્રજ્યોત સોસાયટીમકાન નંબર.41, બોડેલી, તા.બોડેલી, જી.છોટાઉદેપુર હોવાનું જણાવેલ અને પોલીસે સદર ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ 84 જેની કિંમત ₹.75600/- નો દારૂનો જથ્થો મળી આવતા ગરબાડા પોલીસે ₹.75600/- ની કિંમતનો દારૂ તથા સફેદ કલરની એસેંટ ગાડી જેની કિંમત ₹.100000/- તથા મોબાઇલ ફોન નંગ.2 જેની કુલ કિંમત ₹.4000/- તથા રોકડા ₹.10000/- મળી કુલ ₹.189600/- નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ નામે પ્રવિણસિંહ ગણપતિ ચૌહાણ તથા આશાબેન પ્રવિણસિંહ ચૌહાણઓની ગરબાડા પોલીસે પ્રોહી મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here