હિન્દુ ધર્મમા દશેરાનો તહેવાર શસ્ત્રો અને શાસ્ત્રો બંનેની પૂજા માટે જાણીતો છે. સનાતન પરંપરામા વિજયાદશમી અથવા દશેરાનુ ધાર્મિક મહત્વ ઘણુ છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજાનો નિયમ છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામા આવતી શસ્ત્ર પૂજા આજ સુધી ચાલે છે. એવુ માનવામા આવે છે કે વિજયાદશમીના તહેવાર પર શસ્ત્રની પૂજા કરવાથી વર્ષભર શત્રુઓ પર વિજયનુ વરદાન મળે છે. આ જ કારણ છે કે સામાન્ય માણસથી લઈને ભારતીય સેના સુધી ખાસ કરીને દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામા આવે છે. ત્યારે આજે તા.૦૫/૧૦/૨૦૨૨ ને બુધવાર ના રોજ દશેરાના પવિત્ર તહેવાર નિમિતે ગરબાડા પોલીસ સ્ટેશનમા શસ્ત્ર પૂજન કરવામા આવ્યું હતું. પોલીસ દળમાં ઉપયોગી એવા શસ્ત્રો ગોઠવીને PSI જે.એલ. પટેલના હસ્તે બ્રાહ્મણ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાવવામા આવ્યું હતું. આ પ્રસંગે ગરબાડા પોલીસ મથકનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.
ગરબાડા પોલીસ સ્ટેશનમા વિજયા દશમીના અવસર પર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
RELATED ARTICLES