ગરબાડા રંગ કુટીર ઉપર પૂજ્યશ્રી રંગ અવધૂત જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરતાં ભક્તજનો

0
233

ગરબાડા ખાતે આવેલ રંગ કુટીર ઉપર રંગ પરીવાર ગરબાડા દ્વારા આજ તારીખ.17/11/2018 ના રોજ રંગ અવધૂત જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

    પૂજ્યશ્રી નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉજવણી નિમિતે આજરોજ વહેલી સવારે ૫:3૦ કલાકે ગણપતિ મંદિરેથી રંગ અવધૂતની ધૂન સાથે ગરબાડા નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે રંગ કુટીર ઉપર પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજનનો કાર્યક્રમ પત્યા બાદ દત્તધૂન, ભજન તથા રંગ અડતાલીશા,દત્તબાવનીના પાઠનું સમૂહમાં પઠન કરવામાં આવ્યું હતું તથા ત્યારબાદ બપોરે ૧૨:3૦ કલાકે પૂજ્ય રંગ અવધૂત મહારાજ તથા દત્ત ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું

     સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here