ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અંતર્ગત વિરમગામ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ : ચાલુ સભા કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા

0
37
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ખાતે ગુજરાત સરકારના મહિલા આર્થિક વિકાસ નિગમ ના અમદાવાદ જિલ્લા પંચાયત ઉપક્રમે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ હતી. જેમા મહિલાઓનો આર્થિક ઉત્થાન, આરોગ્ય, મહિલાઓ પોતાના હક્ક રક્ષણ માટે જીલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, કૌશલ્ય વર્ઘન કેન્દ્રની બહેનો, સખી મંડળ સહિત આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના I.C.D.S. (આઇ.સી.ડી.એસ.) પોગ્રામ ઓફીસર નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાવિનીબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોર, આરોગ્ય સમિતિ ચેરમેન જગદીશ મેણીયા, વિરમગામ નગરપાલિકા પ્રમુખ રેખાબેન પંડ્યા સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચાલુ કાર્યક્રમમાં કંટાળેલા વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રેખાબેન મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here