ગૌવંશને કતલખાને લઈ જવાના ઈરાદા ને નાકામ કરતી જેસાવાડા પોલીસ : 15 ગૌવંશના જીવ બચાવાયાં

0
231

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORS

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ભવાનભાઇ ભુરાભાઈ બ.નં ૬૭૫ ની સાથે અ.હે.કો. દશરથસિંહ સરદારસિંહ બ.નં ૧૦૨૯ તથા અ.પો.કો. મનોજકુમાર જશવંતસિંહ બ.નં. ૧૨૦૫ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ ફરી ૦૪:૩૦ વાગે પરત પોલીસ સ્ટેશન આવેલ હતા. તે દરમિયાન ૦૭:૩૦ વાગ્યાના સુમારે અ.પો.કો. રાજુભાઈ સોમજીભાઈ બં.નં.૬૬૫ જેસાવાડા પોલીસ સ્ટેશનના ઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાંદડી થઇ અભલોડ રાયણ ફળિયામાં થઇ માતવા તરફના રોડ એ એક ટાટા ૪૦૭ ટેમ્પો નંબર જી.જે.-૧૭ X-૨૮૯૧ મા ગાય ભરી આવનાર છે આ બાબતે પંચના બે માણસો ઉમેશભાઈ માનસિંગભાઈ જાતે રાઠોડ ઉ.વ. ૩૫ રહે.જેસાવાડા, તળાવ ફળીયા, તા.ગરબાડા જિ.દાહોદ તથા ઝૂમલાભાઈ સમસુભાઈ કતીજા ઉંમર વર્ષ ૪૦, જેસાવાડા, ખરેડી ફળીયા તા. ગરબાડા, જી. દાહોદનાઓને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તેમણે સાથે રાખી બાતમીવાળી જગ્યાએ અભલોડ ગામના રાયણ ક્રોસિંગ જેસાવાડા થી દાહોદ જતા પાકા ડામર રોડ ઉપર આવ્યા અને નાકાબંધીમાં ગોઠવાઇ ગયેલા દરમિયાન ૦૮:૧૫ વાગ્યાના સુમારે અભલોડ તરફથી આવતા રોડે બાતમી વાળો ટેમ્પો આવતા અમો, સ્ટાફના માણસો તથા પંચોએ ટેમ્પો નજીક આવવા દઈ ટેમ્પાને કોર્ડન કરી હાથ વધાવી રોકવાનો ઈશારો કરતા તે ઉભો રહેલ નહીં જેથી તેણે થોડે દૂર જઈ પીછો કરી પકડી પાડેલો. ટેમ્પાના ડ્રાઈવરની સઘન પૂછપરછ કરતા તેને તેનું નામ તસ્લીમ મોહમ્મદ તત્યા (શેખ) ઉ.વ. ૩૨, ગેરેજ કામ / ડ્રાઇવિંગ રહે. વેજલપુર રોડ, કોઠી સ્ટીલ ની બાજુમાં, ઝુપડપટ્ટી, ગોધરા. તા. ગોધરા, જિ. પંચમહાલની હોવાનું જણાવેલ અને તેની અસરથી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી સેમસંગ કિપેડ વાળો મોબાઇલ મળી આવેલો અને તેને સાથે રાખી તેના પાછળના ભાગે જોતા પ્લાસ્ટિકના કેરેટ ખસેડીને જોતા ટેમ્પા અંદરના ભાગે ગાયો ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ઉપરાછાપરી બાંધેલ હતી અને તેમાં ઘાસચારા કે પાણીની પણ કોઈ સગવડ કરેલ હતી તેથી પકડાયેલ લઈ જવા બાબતનું પ્રવીણ માનતા તેની પાસે કોઈ આધાર પુરાવો નહીં હોવાનું જણાવેલ જેથી ટેમ્પાના ડ્રાઇવરની ધરપકડ કરેલ અને ૧૫ ગાયોને વારાફરતી નીચે ઉતારી બચાવી લેવાઈ હતી.
આ ગાયો ટાટા ટેમ્પો ૪૦૭ જેનો નં.GJ.-૧૭ X ૨૮૯૧ છે જે ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાના ઇરાદે ભરેલ હોય ટેમ્પા ની કિંમત ₹.૨,૫૦,૦૦૦/- તથા ૧૫ ગાયોની કિંમત ₹. ૭૩,૦૦૦ રૂપિયા તથા આરોપી ડ્રાઈવર પાસેથી મળી આવેલ મોબાઇલ કિંમત ₹.૫૦૦/- મળી ₹. ૩,૨૩,૫૦૦/- મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર વિરુદ્ધ પશુ સરક્ષણ અધિનીયમ ૨૦૧૧ ના નવા સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ 5(૧-એ), ૬-A(૩) (૪), ૮(૪) તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી)(ઇ)(એફ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે જે બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here