ગ્રામસભા અભિયાન અંતર્ગત ગરબાડામાં ગ્રામસભા યોજાઇ

0
155

priyank-passport-photo-newlogo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગ્રામસભા અભિયાન અંતર્ગત વિભાગ કક્ષાની ગ્રામસભાના આયોજનના ભાગરૂપે આજરોજ ગરબાડા ખાતે તળાવની પાળ ઉપર આવેલ ચામુંડા મતાજીના મંદિરે તા.૨૩/૦૮/૨૦૧૭ ના રોજ બપોરે ત્રણ કલાકે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણીના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે તાલુકા પંચાયત અધિકારી પણ ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

સરકારશ્રીના એજન્ડા મુજબની જાણકારી તથા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા થયેલ કામો તથા આવનાર સમયમાં કરવાના કામો વિષે ગરબાડા તલાટીએ ગ્રામસભામાં હાજર રહેલા લોકોને જાણકારી આપી હતી અને ગરબાડા નગરમાં ગટરોની નિયમિત સફાઈ તથા ગામમાં દવાનો છંટકાવ કરવા બાબતે ગ્રામસભામાં હાજર રહેલા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તથા બીજી અનેક બાબતોને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી.

ખાસ કરીને ગરબાડા મહાદેવ મંદિર પાછળ નિકાલ કરવામાં આવતા ઘન કચરાના ઢગલાથી થતી ગંદકી નિકાલ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણીએ સ્થળ નિરીક્ષણ કરી ગ્રામ પંચાયતના તલાટી તથા સરપંચને જરૂરી સૂચનો કર્યા હતા.

સ્વાઇન ફ્લૂના વાવરને લક્ષમાં રાખી અગમચેતીના ભાગરૂપે ગરબાડા ખાતે દર રવિવારે ભરતા હાટ બજાર થોડા સમય માટે બંધ રાખવા બાબતે ગરબાડા ગ્રામ પંચાયતના ડે.સરપંચ જયેશભાઈ જોશી દ્વારા ગ્રામ સભામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ગરબાડા ખાતેની ગ્રામસભામાં ગરબાડા ગ્રામ પંચાયત તલાટી, ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ, ડે.સરપંચ, આંગણવાડી સુપર વાઇઝર, આંગણવાડી વર્કરો, આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે એકપણ આરોગ્ય કર્મીઓ ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા ન હતા તથા ગ્રામસભામાં ગામના સ્થાનિક લોકોની હાજરી નહિવત જોવા મળી હતી તથા ગ્રામ પંચાયતના ત્રણ-ચાર સભ્યો સિવાય બીજા સભ્યો હાજર રહ્યા ન હતા.

વધુમાં દર વખતે યોજાતી ગ્રામસભાઓમાં ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં ગ્રામજનોની રાજુઆતોની કોઈજ કાર્યવાહી થતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here