ઘ્રાંગ્રઘ્રામાં ઇન્દ્રસિંહજી ઝાલાની હત્યાના આરોપીઓની ઘરપકડ કરી સખ્ત કાર્યવાહીની માંગ, આજે ઘ્રાંગ્રઘ્રા ખાતે વિરાજંલિ આપવા વિરમગામ – સાણંદથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રવાના

0
142

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ હાંસલપુર ચોકડી પરથી વિરમગામ, સાણંદ, ચુંવાળ પંથકના આશરે 100 જેટલાં બાઇકો સાથે તેમજ સાણંદ થી 30 થી વઘુ ગાડીઓના સાથે ઘ્રાંગ્રઘ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વિરાજંલિ આપવા રવાના થયા હતા.

તાજેતરમાં ઘ્રાંગ્રઘ્રા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના ઇન્દ્રસિંહજી ઝાલાની 15 જેટલા શખ્સો દ્વારા  તલવારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેઓના બેસણામાં વિરાજંલિ આપવા આજરોજ બુઘવારના રોજ વિરમગામ હાંસલપુર ચોકડી પરથી વિરમગામ, સાણંદ, ચુંવાળ પંથકના આશરે 100 જેટલાં બાઇકો સાથે તેમજ સાણંદથી 30 થી વઘુ ગાડીઓના સાથે ઘ્રાંગ્રઘ્રા ખાતે ઇન્દ્રસિંહજી ઝાલાના બેસણામાં વિરાજંલિ આપવા રવાના થયા હતા. જેમાં સાણંદના સ્ટેટ ટીકા બાપુ, ગુજરાત ક્ષત્રિય સભાના પ્રદેશ પ્રમુખ કરણસિંહ ચાવડા, વિરમગામ ગરાસિયા રાજપુત વિકાસ સંઘના પ્રમુખ લાલુભા ઝાલા, દિપકસિંહ ઝાલા, જયદિપસિંહ ઝાલા, સિઘ્ઘરાજસિંહ ઝાલા તથા ક્ષત્રિય સમાજ અને ગુજરાત મહાકાલ સેનાના આગેવાન યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત ક્ષત્રિય સભાના પ્રદેશ પ્રમુખ  કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ઘ્રાંગ્રઘ્રામાં ઇન્દ્રસિંહજી ઝાલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેઓ નું આજરોજ બેસણામાં વિરાજંલિ આપવા સાણંદના ટીકા બાપુના સાનિધ્યમાં  વિરમગામ, ચુંવાળ પંથક, સાણંદ સહિત પંથકમાથી વિરાજંલિ આપવા જહી રહ્યા છીએ. ઇન્દ્રસિંહજી ઝાલા પરીવાર દુખમા સહભાગી થવા જઇ રહ્યા છીએ. અમારી માંગણી એ છે કે લોકતંત્રમા આવી હત્યાઓને સખ્ત શબ્દોમા વખોડીએ છીએ, આ બનાવમા જે કોઇ આરોપીઓ છે તેઓની તાત્કાલિક ઘરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આજે અમે આ બેસણામાંમા જઇએ છીએ. આ બાબતે સરકાર દ્વારા કાર્યવાહીની પ્રતિક્ષા કરીશું જે કાર્યવાહી ન થાય તો આવનાર દિવસોમા સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવીશુ અને લોકશાહી ઢબે આંદોલન કરશું. એમ કરણસિંહ ચાવડા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here