દાહોદ જિલ્લાની ૧૩૦ – ઝાલોદ વિધાનસભાના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા દ્વારા તા.૨૭/૧૧/૨૦૨૨ ને રવિવારના રોજ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવણી અને કલજીની સરસવાણી ખાતે તેઓના સમર્થનમાં મીટીંગ યોજવામાં આવી હતી. જેમા દેવજીની સરસવાણીના સરપંચ શાંતાબેન રાકેશભાઈ ડામોર દ્વારા જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાને જીતાડવાનો સંકલ્પ લીધો હતો. જેમાં આસપાસના તમામ સરપંચો, તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહેશભાઈ ભૂરીયાંને જંગી મતોથી જીતાડવાનો સંકલ્પ લીધો હતો
