
ઝાલોદ નગરના મુખ્યદ્વાર ટીટોડી આશ્રમ થી મુવાડા અને ટીટોડી આશ્રમથી આર.ટી.ઓ. સુધીનો રોડ બાયપાસ બનાવવામાં આવ્યો છે જ્યારે દાહોદ થી બાશવાડાનો ઝાલોદ બાયપાસ બનેલ હોવા છતાં ઝાલોદ નગરના મુખ્ય માર્ગો ઉપરથી ટ્રક ટ્રેલર અને અન્ય મોટા વાહનો નીકળી રહ્યા છે જે પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જ્યારે ઝાલોદ તાલુકા પાસે દાહોદ – બાંસવાડા બાયપાસ હાઈવે પસાર થાય છે હાઈવે પરથી ૨૪ કલાક વાહનોની અવરજવર ધમધમી રહી છે, ત્યારે છેલ્લા કેટલા સમયથી બાયપાસ હાઈવે હોવા છતાં મોટી ટ્રકો ટ્રેલરો નગરમાંથી પસાર થતા હોવાના કારણે નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બાયપાસ હોવા છતાં પણ મોટા ભારે ઓવર્લોડ વાહનો અને ટ્રકો નગરમાંથી પસાર થતી હોવાના લીધે છાશવારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે પોલીસ વિભાગ દ્વારા થોડા સમય પહેલા આઈ.ટી.આઈ. પાસે અને આર.ટી.ઓ ઓફિસ જોડે પોલીસ પોઇન્ટ ગોઠવીને લોકોને બાયપાસ તરફ રવાના કરતા હતા પરંતુ પોઈન્ટ હટાવી લેતા ટ્રકો પુન નગરમાંથી પસાર થતા અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સીધોસટ બાયપાસ હાઈવે હોવા છતાં પણ કેટલાક ટ્રક ચાલકો પોતાના મનમાની કરી નગરમાંથી જ વાહનો પસાર કરતા હોવાનો કારણે નાના-મોટા અકસ્માતો બનાવો ભણી રહ્યા છીએ. હાલમાં ઝાલોદ નગર અને તાલુકામાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે જેના કારણે નગરમાં ભીડભાળ રહે છે ત્યારે નગરમાંથી મોટી ટ્રકો પસાર થતી હોવાના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે જેના કારણે લોકોમાં રોસ ફેલાયો છે નગરના ચાર મુખ્ય માર્ગ એવા ઠુઠી ચોકડી, ગામડી ચોકડી, મુવાડા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને તમામ જગ્યાઓ પર ટ્રાફિકના લીધે ટ્રાફિકની સમસ્યાનો સામનો નગરના લોકોને વેઠવાનો રહ્યો છે. શું તંત્ર કોઈ મોટા અકસ્માત કે કોઈ જાનહાનિ થશે તેની રાહ જોઈ રહી છે ? કે જે તે અધિકારી દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે તેની રાહ ઝાલોદ નગરના લોકો જોઈ રહ્યા છે.