ઝાલોદ તાલુકાના લીમડીમાં “પ” મી ભવ્ય “રથયાત્રા” નીકળી 

0
58

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેપારી મથક ગણાતા લીમડી નગરમાં પ ભવ્ય “રથયાત્રા” નીકાળવામાં આવી. જેમાં સૌ લીમડીના નગરજનો ઉત્સાહથી જોડાયા હતા. લીમડી નગરની આ પાંચમી *રથયાત્રા* સૌના સાથ સહયોગથી બધી રીતે સારી રહી હતી. આ રથયાત્રામાં લીમડી નગર જનોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. તેમાં સૌની એકતા સ્પષ્ટ દેખાતી હતી, શ્રેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યું હતું, ધર્મ, જાતિથી ઉપર ઉઠીને કોઈ કાર્ય કેવી રીતે કરી શકાય. તેનું ઉત્તમ ઉદાહરણ આ રથયાત્રામાં જોવા મળ્યું હતું. હિંદુ, મુસ્લિમ તથા વ્હોરા કોમ્યુનિટીના લોકોએ પણ ઉત્સાહથી ભાગ લઈ અને પોતે સ્વયમ પોતાના ધંધા રોજગાર બંધ કરી નગરમાં નીકળેલ રથયાત્રામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here