બાળક જન્મ લે તે પહેલા જ ગર્ભમાં જ હત્યા કરી દેવાની ઘટના દાહોદના ઝાલોદ નગરમાં સામે આવી છે. ઝાલોદમાં આવેલ મહિપ ગાયનેક હોસ્પિટલની નજીકના કચરામાં ભ્રૂણ જોતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, અને ભૃણનો કબ્જો મેળવી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. અંદાજે ચાર થી પાંચ મહિનાનું ભૃણ કોણ ત્યજી ગયું તે એક તપાસનો વિષય છે. આવી નિષ્ઠુર માતા સામે ફિટકાર વરસી રહ્યો છે. પોતાનું પાપ છુપાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે, ત્યારે આ ભૃણ હત્યા મામલે યોગ્ય તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે
ઝાલોદ નગરમાં કચરામાં ત્યજી દેવાયેલું ભૃણ મળી આવતા સમગ્ર પંથકમાં મચી ચકચાર
RELATED ARTICLES