ઝાલોદ નગરમાં ગરબા આયોજકોએ તૈયારીઓ કરી પુર્ણ : નવ દિવસ સુધી “માં આદ્યશક્તિ” ની થશે આરાધના

0
159

ઝાલોદ શહેર સહિત તાલુકામાં આજથી નવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવશે : ગરબા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ.

માં આદ્યશક્તિ અંબે માં ના નોરતાનો સોમવારથી એટલે કે આજથી તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થનાર છે. નવ દિવસ સુધી માંઈ ભક્તો માં અંબેની પુજા, અર્ચના સહિત નવ દિવસ સુધી ઉપવાસ કરી માં ને રિઝવવાનો પ્રયાસ કરશે, ત્યારે બીજી તરફ નવલા નોરતામાં ઘુમવા માટે ખૈલાયાઓમાં પણ અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષના લાંબા સમયગાળા બાદ નવરાત્રી પર્વની ધામધુમ ઉજવણી કરવા ઝાલોદ તાલુકામાં ગરબા મંડળો પણ સુસજ્જ બન્યાં છે.

આજથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. માંઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે તમામ નાના મોટા તહેવારો પર પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે આ વર્ષે તમામ પ્રતિબંધો ઉપરથી છુટછાટો મળતાં તમામ તહેવારો લોકોએ ધામધુમથી મનાવ્યો હતો ત્યારે હવે નવરાત્રીના પ્રારંભ સાથે પાવન પર્વ નવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવા ઝાલોદ શહેર સહિત જિલ્લાના લોકો સુસજ્જ બન્યાં છે. ગરબા મંડળોએ મેદાનો, ગલી, મહોલ્લામાં ગરબા યોજવાની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુક્યો છે. ઝાલોદ શહેરના લુહારવાડા.મુવાડા. કલા મંદિર લાયબ્રેરીનો ખાચો અને લીમડી નગરમાં રણછોડરાય મંદિર, નવાબજાર વિગેરે જેવા જાહેર સ્થળો તેમજ આ વર્ષે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. ઝાલોદ શહેરમાં નવ દિવસ સુધી માંઈ ભક્તો દ્વારા પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી માંને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. નવ દિવસ સુધી મંદિરોમાં ભારે ભીડ પણ જાેવા મળશે. દાહોદ શહેર સહિત જિલ્લામાં નવરાત્રીના નવ દિવસ સુધી અને આગામી આવનાર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્તની તૈયારીઓ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here