ઝાલોદ નગરમાં તહેવારોના સમયે ભુગર્ભ ગટરોના આડેધડ ખોદકામથી થતી ગંદકી અને ધુળોથી લોકો હેરાન

0
457

FB_IMG_1445094105155NewsTok24 – Pritesh Panchal – Zalod

ઝાલોદ નગરમાં ભૂગર્ભ ગટર યોજના દ્વારા આખા ઝાલોદ નગરના રોડ ખોદકામ કરેલ છે જયારે બસસ્ટેશન થી લઈ જૂની મામલતદાર કચેરી અને લુહારવાડા.બ્રાહ્મણવાડા.તળાવ રોડ લખારવાડી.વહોરાવાડી.માંડલીફળીયા. કોળીવાડ દરેક જગ્યાએ માટીના ઢગલાઓ અને માટીની ડમરીઓ જાણે તહેવારોમાં ધુળીયુ નગર જોવાઈ રહ્યુ છે અને નગરપાલીકાના સતાધારી નેતાઓ મગનુ નામ મરી લેવા તૈયાર નથી.અને હાલ પણ રોડનુ લેવલનું કામ કરેલ નથી અને ઝાલોદ નગરની જનતાને હજુ કયા સુધી વેઠવુ પડશે અને આ મળતા ખાડા અને માટીની ડમરીઓ જાણે બજારની દુકાનો પર કબ્જો જમાવી દીધો હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. ખરેખર વિકાસ બીમારી અને લોકોની સુખાકારી સાથે સમ્જોતો કરીને કરવાનું નામ છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here