ઝાલોદ નગરમાં સેન્ટ્રલ GST ના અધિકારીઓ દ્વારા વેપારીને ત્યાં રેડ કરવામાં આવતા GST અધિકારીને વેપારીઓ દ્વારા માં-બેન સમાણી ગાળો દેતા પોલીસ ફરિયાદ થઈ

0
418

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં ગત રોજ તા.૨૬/૦૪/૨૦૨૧ ને શુક્રવારના રોજ સેન્ટ્રલ GST ના અધિકારીઓ દ્વારા ઘનશ્યામ સુગમચંદ અગ્રવાલને ત્યાં GSTના ચેકીંગ માટે રેડ કરવામાં આવી હતી. ત્યારે તેમના છોકરા રિતેશ અગ્રવાલે તેના પિતા ઘનશ્યામ અગ્રવાલને ફોન કરી આપ દુકાને આવો અને ગોપાલ અગ્રવાલને લેતા આવજો તેવું કહેતા થોડીવારમાં ઘનશ્યામ અગ્રવાલ અને ગોપાલ અગ્રવાલ દુકાને આવી ગયેલ અને ગોપાલભાઈ દ્વારા સુભાષ અગ્રવાલને ફોન કરતા તે પણ દુકાન પર આવી ચડ્યા  હતા. એને તેમના આવતાની સાથે ગોપાલ અગ્રવાલ, સુભાષ અગ્રવાલ અને રિતેશ અગ્રવાલે GST અધિકારીઓને દુકાન બંધ કરી તમારા જેવા GST વાળા ઘણા આવે તેમ કહી માં બેન સમાન ગાળાગાળી કરીને અધિકારીના શર્ટનાં કોલર પકડી ઝપાઝપી કરી. અને અહીંયાથી જતા રહો નહી તો જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે અન્ય વધુ વેપારીઓ ભેગા થતાં GST અધિકારીઓ ત્યાંથી જગ્યા છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ સાંજે GST અધિકારીઓએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં સુભાષ અગ્રવાલ, ગોપાલ અગ્રવાલ, ઘનશ્યામ અગ્રવાલ, રિતેશ અગ્રવાલ સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે IPC ની કલમ ૧૧૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૮૬ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here