તંત્ર પાસે કેટલાય સમયથી રોડની માંગ છતાય તંત્ર સાંભળતું નથી. ખાના પૂરતી માટે માટી અથવા પત્થર નખાય છે પણ જરાક વરસાદ પડતાં આખો રોડ ધોવાઈ જાય છે.
ઝાલોદ બસ સ્ટેન્ડ પાસે દાહોદ જતાં રોડ ની હાલત બિલકુલ બિસ્માર જોવા મળી રહેલ છે, આ રોડ એટલો બધો તૂટેલો છે કે અહીંથી નીકળતા વાહનો ડાંસ કરતા હોય તેમ લાગે છે, અહીંયાં આ વિસ્તારમાં ચારથી પાંચ મોટા મોટા દવાખાના આવેલ છે. તેમજ દાહોદ જવા માટે પણ નગર માટે આ એક જ રોડ છે, તેથી આ રોડ કાયમ ટ્રાફિક થી ધમધમતો રહે છે. છતાય તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે, આ રોડ પરથી નાનું વાહન લઈને નીકળનાર રાહગીર અમુક વખત પડી પણ ગયા છે, તેમજ નાની નાની ઘટનાઓ કાયમ બનતી જ રહે છે. છતાય મુંગુ તંત્ર આના પ્રત્યે ધ્યાન આપતું નથી, અમુક વાર તંત્ર દ્વારા ખાડા ભરવાં માટી કે પથ્થર નખાય છે તો પણ જરાક વરસાદ આવતા રોડ વધુ ખરાબ બનતો જાય છે. તંત્રને સ્થાનિક આગેવાનો દ્વારા કેટલીય વાર રજૂઆતો કરવા છતાય આ રોડ તરફ ધ્યાન અપાતું નથી. તંત્ર કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના બને તેની રાહ જોતુ હોય તેમ લાગી રહ્યું છે, આવા રોડને લીધે જરાક વરસાદ પડતાં રોડ પર પાણી ભરાઈ જતાં ગાડી ચલાવવું અઘરું પડે છે તો તંત્ર આ રોડ બનાવવા માટે તત્કાળ ધ્યાન આપે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે.
Byte > > ઝાલોદનાં સ્થાનિક રહેવાસી > > આ રોડ છેલ્લા કેટલાય સમયથી તૂટેલો અને બિસ્માર છે, તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ કોઈ ધ્યાન આપતું નથી. બધા કુંભકર્ણ ની નિદ્રામાં પોઢેલા હોય તેમ જણાય છે.