દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદની નગર પાલિકા દ્વારા ઝાલોદ – સંતરામપુર રોડ ઉપર મુખ્યમાર્ગ પર આવેલ પેટ્રોલ પંપની બાજુમાં મોટા બે ગેટ બનાવમાં આવી રહ્યા છે. જે ગેટ કેટલાય સમયથી ધીમી ગતિએ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. અને આ માંથર ગતિએ બનતા ગેટના લીધે અવાર નવાર કેટલાય અકસ્માત થયેલ છે. જેમાં આજે તા.૧૯/૧૧/૨૦૨૨ ને શનિવારના રોજ જ્યાં ગેટ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં કોઈ પણ જાતનું ડિવાઇડર કે ડાઈવરઝન મુકવામાં આવેલ નથી. જેના કારણે આજે એક બાઈક સવાર દરવાજાની વચ્ચેની કોલમ જોડે અથડાતા તે ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને વધુ સારવાર અર્થે વડોદરા મુકામે લઈ ગયેલ છે અને આજ રીતે અહીંયા અવાર નવાર કેટલાય અકસ્માત થયેલ છે. અને આ ગેટ જ્યાં બને છે ત્યાં કોઈ જાત પ્રકારની રેડિયમ પટ્ટી કે વેરી ગેટ મૂકવામાં આવેલા નથી. જેના કારણે અહીંયા અકસ્માતો વારંવાર સર્જાઈ રહ્યા છે. જેનો સંપૂર્ણ જવાબદાર આ જે ગેટ બનાવે છે તે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. જેના કારણે અહીંયા વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. ઘટના સ્થળે પોલસ આવી ગઈ હતી અને અકસ્માત મોતનો કેસ દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ઝાલોદ – સંતરામપુર રોડ પર માર્ગ અકસ્માતમાં ૧ નું મોત, ૧ ઘાયલ
RELATED ARTICLES