તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આશા બહેનોનુ યોજાયું વિરાટ આશા સંમેલન

0
57

 

 

  • પ્રા. આ. કેન્દ્ર કક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આશા બહેનોને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા નગરપાલીકા હોલ વિરમગામ ખાતે વિરાટ આશા સંમેલન યોજાયુ હતુ. આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આશા બહેનોને પ્રથમ અને દ્વિતીય નંબર આપી ઇનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલીકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, આરોગ્ય સમિતીના ચેરમેન જગદીશભાઇ મેણીયા, વિજયભાઇ સોની, દિલીપસિંહ ધાધલ, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.આર.જી.વાઘેલા, ડો.સંગીતા પટણી, ડો.ઝંખના જયસ્વાલ, ડો.ધ્વની પટેલ, આયુષ મેડીકલ ઓફિસર, R.B.S.K. મેડીકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આશા બહેનો, આશા ફેસીલીટેટર બહેનો ઉપસ્થીત રહ્યા હતા. મહેમાનો દ્વારા આશા બહેનોની કામગીરી ની પ્રસંશા કરવામાં આવી હતી અને આશા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આશાએ સમુદાયે પસંદ કરેલી એક એવી મહિલા છે જેને તેના ગામમાં રહીને જ સમુદાયને આરોગ્ય સંભાળ પ્રાપ્ત કરવા અને સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવા અને તેમ કરીને સમુદાયના આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાની કામગીરી કરવા માટે તાલીમ અને સહાય પુરી પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧ હજારની વસ્તી દીઠ ૧ આશા હોય છે. આશા ફેસિલીટેટરને આશાના શિક્ષક, માર્ગદર્શક અને સલાહકાર તરીકેની અપેક્ષા સેવવામાં આવે છે. આશા ફેસિલીટેટર આશાને સહકાર આપે, દેખરેખ રાખે, તેની ક્ષમતાનો વિકાસ કરે અને તેમને સોપવામાં આવેલ વિસ્તારમાં આશા બહેનોની પ્રગતીનું નિયંત્રણ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here