તાલુકા હેલ્થ કચેરી ગરબાડા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું

0
142

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામા તાલુકા હેલ્થ કચેરી ગરબાડા દ્વારા મલેરીયા મુકત ગુજરાત અભિયાન, ૨૦૨૨ સુધી મલેરીયા નાબુદ કરવા માટે બાઇક રેલીનું આયોજન કરવામા આવ્યું. આ રેલીનું આયોજન જિલ્લા મેલેરીયા અધિકારી અતીતભાઇ ડામોર અને તાલુકા હેલ્થ ઓફીસર ડો.અશોકભાઇ ડાભીના અધ્યક્ષ સ્થાને યોજવામા આવી  જેમા તાલુકા સુપરવાઇઝર એસ.આર.લબાના, કે.સી.કટારા, ગોવિદભાઇ સોની  તેમજ  ગિરીશ પરમારના આયોજન દરમિયાન આ રેલીમાં ગરબાડા તાલુકાનાં તમામ PHC ના  M.P.H.W. ભાઈઓ દ્વારા બાઇક રેલી નીકાળવામાં આવી. આ રેલી ગરબાડા બ્લોક હેલ્થ કચેરીથી લઇ ને ગરબાડા મેઇન બજાર, બસ સ્ટેશન રોડ, ચમારવાસ, પોલીસ લાઇન, તાલુકા પંચાયત રોડ, ધાંચીવાડ રોડ વગેરે જગ્યાએથી લઈ પાછી  T.H.O. કચેરી ગરબાડા ખાતે રેલી સમાપન કરવામાં આવી. આ રેલીનું મુખ્ય પ્રયોજન હાલમાં ચાલતા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા જેવા રોગો વિશે લોકોમાં જનજાગૃતી આવે અને ૨૦૨૨ સુધીમાં ગુજરાત મલેરીયા મુકત બને તેવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here