થાનગઢ હત્યાકાંડ બનાવની પાંચમી વરસીએ પણ પીડિત પરિવાર ન્યાયથી વંચિત : વર્ષ ૨૦૧૨માં ૩ દલિત યુવાનોના પોલીસ ફાયરીંગના મોતનો તપાસ અહેવાલ જાહેર કરવાની માંગ

0
285
PIYUSH GAJJAR – VIRAMGAM
સીટની રચનાને એક વર્ષ થયું હોવા છતાં કોના ઈશારે કાર્યવાહી કરવામાં આવતી નથી 
• ૩૦૨ નો મુખ્ય આરોપી કે.પી.જાડેજા P.S.I. થી P.I. નું પ્રમોશન કોના ઈશારે મળ્યું. 
• એટ્રોસિટી એક્ટના કેશો ઝડપી ચલાવવા સ્પેશીયલ કોર્ટ હોવા છતાં કેશ પેન્ડીંગ કેમ?
 સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પોલીસ ગોળીબારમાં ૩ દલિત યુવાનોના મૃત્યુ થયા હતા. આ બનાવમાં દલિત સમાજનો આક્રોશ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલ હોઈ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દલિત સમાજની સહનિભૂતિ મેળવવા માટે અગ્રસચિવ, સંજય પ્રસાદ (આઈ.એ.એસ), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને ઉચ્ચક્ક્ષાની તપાસ  સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિને પાંચ મુદ્દાની તપાસ કરવાનો પરિપત્ર ૨૬/૦૯/૨૦૧૨ ના રોજ સંજય પંડ્યા ઉપસચિવ (કા-વ્ય), ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ તપાસ સમિતિનો અહેવાલ સંજય પ્રસાદે ૧ મે ૨૦૧૩ ના રોજ અહેવાલ ગૃહ વિભાગને સુપ્રત કરેલ હોવા છતાં વિધાન સભામાં રજુ કરવાનું બહાનું હાથ ધરી રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી આ રીપોર્ટ જાહેર કર્યો ન હોઈ આ સમગ્ર રીપોર્ટ મેળવવા માટે કિરીટ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ દ્વારા આર.ટી.આઈ હેઠળ માંગણી કરવામાં આવી હતી. પરંતુ ગૃહ વિભાગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ની કલમ – ૨૪ (૪) હેઠળ ગૃહ વિભાગની વિશેષ શાખાને મુક્તિ મળેલના પરિપત્ર આધીન આ તપાસ અહેવાલની માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
 ગુજરાત માહિતી આયોગ દ્વારા ૨૨-૦૮-૨૦૧૬ ના રોજ વી.એંસ.ગઢવી, રાજ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ દ્વારા આખરી ચુકાદ્દામાં નોંધ્યું છે કે પ્રસ્તુત અહેવાલના સંદર્ભમાં સત્વરે નિર્ણય થવો જોઈએ. કારણ કે આ બાબતમાં વિલંબ થયેલ છે. નિર્ણય થયા પછી અહેવાલની નકલ વિના વિલંબે વિવાદીશ્રીને પૂરી પાડવા હુકમ કર્યો હતો.
 થાનગઢના તપાસ અહેવાલ અંગે આયોગના ચુકાદાને એક વર્ષ વીતવા છતાં અહેવાલની નકલ અરજદારને ન મળતા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રી કાર્યાલયના (પરાગ શુકલ) ઉપ સચિવ, જનસંપર્ક, દ્વારા તા-૩૦/૦૮/૨૦૧૭ ના રોજ ગૃહ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્રસચિવોને નોટીસ પાઠવીને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.
થાનગઢ હત્યાકાંડનો તપાસ અહેવાલ માંગનાર કિરીટ રાઠોડ જણાવે છે કે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોને આવેદનપત્રો આપ્યા તેના આધારે ૪૨ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ને આ અહેવાલ જાહેર કરવા ભલામણ કરી હોવા છતાં વિજય રુપાણી, મુખ્યમંત્રી કોના ઈશારે આ અહેવાલ જાહેર કરતા નથી તે દલિતો જાણવા માંગે છે. સરકાર જો આ બાબતે સત્વરે નિર્ણય નહિ કરે તો હાઈકોર્ટનામાં જાહેર હિતની અરજી દાખલ કરવાની ફરજ પડશે.એવું NewsTok24ના રિપોર્ટરને વિરમગામના દલિત આગેવાન અને ગુજરાત અનુસુચિત જાતિ અઘિકાર ના કન્વિનર  કીરીટ રાઠોડે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here