દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના MPHW (પુ.) ૧૯૦૦ ની જગ્યાએ ૨૪૦૦ પે.ગ્રેડ કરવા માટે દાહોદ જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અઘીકારીને આવેદનપત્ર આપવામા આવ્યુ

0
370

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના આરોગય વિભાગમા ફરજ બજાવતા તમામ તાલુકાના MPHW (પુ) મલેરીયા, ડેગુ, ચિકન ગુનીયા, લેપ્રસી, ટી.બી., સ્વાઈન ફલુ, કુંટુંબ કલ્યાણ જેવા પોગ્રામ તેમજ ભયાનક રોગ કાબુમા કરવા માટે પોતાને સોપેલા સબ સેન્ટરમા હાઉસ ટુ હાઉસ સવેઁ કરી ઠંડી, ગરમી, વરસાદ જેવી ૠતુમા પણ આરોગ્યની સેવા ગામમા પુરી પાડે છે. સમાન શૈક્ષણીક લાયકાત હોવા છતા પ્રાથમીક શિક્ષકોને ઘો.૧૨ પાસ અને તાલીમ કોષઁ તેવીજ રીતે લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર ઘો.૧૨ પાસ અને તાલીમ કોષઁ લાયકાત હોવા છતા .૨૪૦૦ નો ગ્રેડ પે અપાય છે. જયારે સેનેટરી ઇન્સ્પેકટર કક્ષાના કમીઁઓ ઘો.૧૨ પાસ તેમજ તાલીમ કોષઁ  ની લાયકાત એવા MPHW (પુ) ને ૧૯૦૦ નો પે ગ્રેડ આપવામા આવે છે. આ સરકારની વિસંગતતા દુર કરવા તેમજ છઠ્ઠા પગાર પંચ મુજબ MPHW (પુ) ને ૨૪૦૦ નો પે ગ્રેડ આપવામા આવે તેમજ MPHW (પુ ) ને વગઁ-૩ ની પ્રમોશનની તકો મયાઁદીત હોય પ્રાથમીક શિક્ષકોની જેમ ઉચ્ચતર પગાર ઘોરણ ૯ વર્ષે, ૨૦ વર્ષે અને ૩૧ વર્ષે આપવામા આવે તેમ MPHWને પણ આપવામા આવવુ જોઇયે. MPHW નુ નામ બદલી મલ્ટી પરપઝ હેલ્થ        એજ્યુકેટર રાખવામા આવે. આ માંગ પુરી કરવા માટે  કલેકટર તેમજ ડી.ડી.ઓ.ને આવેદન પત્ર આપવામા આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here