દાહોદ જિલ્લાના ગરબાડામાં હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી

0
50

 

 

મહા સુદ પુર્ણિમા એટલે ડાંડા રોપી પૂનમ, આજના દિવસે હોળીના પર્વની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવતી હોય છે. આજ રોજ તા.૧૯/૦૨/૨૦૧૯ મંગળવારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે પણ સાંજના ૦૪:૦૦ વાગ્યાના સુમારે હોળી ચકલા મેદાનમાં શુભ મુર્હુતમાં હોળીના ડાંડાની બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરી પૂજારાઓની હાજરીમાં ગરબાડા ગામના પટેલ અશોકભાઈ રાઠોડના હસ્તે હોળીના ડાંડાની વિધિવત રોપણી કરવામાં આવી છે. જે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here