દાહોદ જિલ્લાના ઝાલોદના ઘાવાડીયા ચેકપોસ્ટ ઉપર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 4 ના મોત, 6 ઘાયલ 

0
250
KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ઘાવાડીયા બોર્ડર ચેક પોસ્ટ નજીક દાહોદ થી સદગુરુ ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ લઇ અને રાજસ્થાનના અલગ અલગ ગામના લોકો જીપ ન.જીજે-બી.ડી-121 નીમાં બેસી પોતાના ઘરે પરત જતા હતા તેવા સમયે રાજસ્થાન તરફ થી પૂર ઝડપે આવતી ટ્રક નં.આર.જે.27-એ-3797 એ બોલેરો જીપને અડફેટે લેતા જીપમાં સવાર ત્રણ મહિલા અને એક પુરુષના કરુંણ મોત નિપજ્યા હતા. અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને મોડી રાત સુધી આ લોકોની ઓળખ થઇ ન હતી અને પોલીસ સદગુરુ ફાઉન્ડેશનનો સંપર્ક કરી તેમના પરિવારજનોને જાણ કરી હતી અને ઝાલોદ પોલીસે રાત્રે ટ્રક ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી ચલાવવા બદલ મોટર વેહિકલ એક્ટ અને અકસ્માત મોત ગુનાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here