દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદમાં દર સોમવારના દિવસે હાટ ભરાય છે. ત્યારે આજે તા.૦૫/૦૪/૨૦૨૧ ને સોમવારના દિવસે પણ હાટ ભરાતા ઝાલોદ નગરમાંથી કોરોના નામની મહામારી જાણે કે સદંતર નાબૂદ થઈ ગઈ હોય તેમ લોકો વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગત ફરતા અને ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે.
એક બાજુ કોરોના મહામારી દિવસે ને દિવસે વધુ વકરી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં શાળાઓ બંધ કરવામાં આવી રહી છે પરંતુ આવા લોકભીડ વાળા હાટ બજાર બંધ નથી કરાતા. તો શું ઝાલોદ નગરમાંથી કોરોના નાબૂદ થઈ ગયો છે? તેવી લોકમુુુખે ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે પોલીસ તંત્ર કે વહીવટી તંત્ર શુ પગલાં ભરી રહી છે. કે પછી તેઓ આંખ આડા કાન કરી ને કાંઈ થઈ જ નથી રહ્યું તેમ દર્શાવી રહ્યા છે. તો આ બાબતે શું સમજવું ? કોરોના ફક્ત લગ્ન અને શાળાઓમાં જ ફેલાઈ રહ્યો છે. આવી રીતે ભરાતા હાટ બજારમાં કોરોના નહીં આવે કે પછી અમુક મોટા માથાઓ દ્વારા તંત્રને દબાણમાં રાખી આવા હાટ બજાર ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.
જુવો ભાઈઓ આ અમદાવાદની રતનપોળ નથી આ આપડું ઝાલોદ છે. જુવો ઝાલોદની મોજ…. હાં મારા ઝાલોદ હાં.
અહીંયા કોઈને કોરોનાની ડર નથી અહી કોઈ ગ્રાહક બીજે જતો નહિ રહે તેનું ટેન્શન છે લોકોને રૂપિયા કમાવાનું ટેન્શન છે પોતાના જીવનું ટેન્શન નથી. ઝાલોદ નગરનાં ભરત ટાવર, વડબજાર, મોચી દરવાજા, વોરાબજાર, ખાટવાડા, ગામડી ચોકડી, ઠુઠીકંકાશિયા ચોકડી વગેરે વિસ્તારમાં લગ્નસરાની ખરીદી અને સોમવારના હાટબજાર હોવાના લીધે ઝાલોદ નગરમાં ઘોડાપુર ઉમટીયુ હતું. જયારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર નગરમાં ફરતી પબ્લિક જાણે કોરોનાને આવકારી રહી એવું લાગી રહ્યું છે.