Saturday, November 9, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદ ગામે ભાજપ દ્વારા યોજવામાં આવ્યું "બુથ પ્રમુખ સંમેલન", ભાજપના...

દાહોદ જિલ્લાના ઝાલોદ ગામે ભાજપ દ્વારા યોજવામાં આવ્યું “બુથ પ્રમુખ સંમેલન”, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શિક્ષણ રણ મંત્રી કુબેર ડીંડોર ધારાસભ્ય મહેશ ભુરીયા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય રમેશ કટારા શૈલેષ ભાભોર મહેન્દ્ર ભાભોર એમાં જિલ્લા પ્રમુખ શંકર અમલ્યા અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સાંસદ જસવંતસિંહ ભાભોર એ કહ્યું કે આપડે જીતવા માટે નહી પણ પાંચ લાખ થી વધુ લીડ લાવવા માટે લડવાનું છે.
ગોરધન ઝાડાફિયાએ કહ્યું કે લડાઈ સાત તારીખે છે પરંતુ આઝાદી પછી નો આ કાલખંડ સુવર્ણ કાલખંડ તરીકે ઓળખશે અને તે આપણા વડાપ્રધન નરેન્દ્રભાઈ મોદી ના કાર્યો ના કારણે ઓળખાશે

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ એ જણાવ્યું હતું આ વખતે આજૅ જે ભીડ જોઈ રહ્યો છું તે સાંસદને પાંચ લાખથી વધુ લીડથી જીતાડવા તે આગે કુચ કરી રહ્યા છે અને આપડે અંકલ્પ કરવો પડે કે હું પહેલો મત આપીશ અને મારી જવાબદારીના મત પુરા નખાવીશ પછીજ ઘરે જઈશ અને તેના માટે આપણા કાર્યકર્તાઓ બુધ સમિતિ પેજ સમિતિ સુધી બધા મજબૂત છે અને પાકી તૈયારી સાથે બધા મેદાનમાં ઉતરી ગયા છે અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખા દેશને વિકાસના પંથે આગળ વધાર્યો છે ત્યારે આપણે તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે કમર કશી અને અબ કી બાર 400 પારના નારા સાથે જ્યારે ભાજપ મેદાનમાં ઉતર્યું છે ત્યારે આપણે ગુજરાતમાંથી પૂરેપૂરી 26 સીટો આપવાની છે અને દાહોદની સીટ પણ 5 લાખ થી વધુ મતથી આપણે જીતવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments