PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે એક બળદને પેટ અને પગના શાથલની બાજુમાં ઇજા થયેલ હતી. જેથી આજુ બાજુ રહેલા લોકોને તેની જાણ થતાં તેઓએ 1962 પર દાહોદ ફોન કરી ઝાલોદ ગૌરક્ષા ટીમ અનેં બજરંગ દળ ટીમ દ્વારા બળદની યોગ્ય સારવાર કરવામાં આવી હતી. જેને લઈને ઝાલોદ નગરમાં આવતાં-જતાં લોકોને એવી પણ જાણ કરવામાં આવી હતી કે આપણે રસ્તામાં કોઈ પણ મૂંગા ઢોર, ગાય, બળદ, ભેંશ, ઘોડા, ગધેડાંને કોઇ પણ પ્રકારની ઇજા થઈ હોય તો તરત જ 1962 પર ફોન કરીને જાણ કરવી. જેથી તે મૂંગા પશુઓને સારવાર ત્વરિત થઈ શકે.