દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી ગામે મહિલાની હત્યા, પતિ હત્યા કરી નાસી ગયો હોવાની શંકા

0
209

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાન પાલ્લી ગામે એક મહિલાની હત્યાથી મચી સનસની : મોડી રાત્રે હત્યા થઇ હોવાનો પોલીસ નો દાવો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે મોડી રાત્રે મૃતકની પુત્રીઓની ચીસાચીસ પડતા બાજુમાં રહેતા દાદા ઘરમાં આવતા બંને દીકરીઓને લોહી લુહાણ હાલતમાં પડેલી હતી અને પુત્રવધુને પણ ગંભીર રીતે ઘવાયેલ જોઈ સસરાએ 108 બોલાવી

108 માં પુત્રવધુને લીમખેડા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા અને બંને પુત્રીઓને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને બરોડા એસ.એસ. જી. હોસ્પિટલમાં દાખલ કરવા માટે લીમખેડાથી ખસેડી દેવાયેલ હતી.

મૃતકનો પુત્ર બાજુમાં રહેતા દાદાના ઘરે સૂતો હોઈ તેને કઈં થયું ન હતું. પોતાની પત્ની ક્રિષ્નાબેનની હત્યા કરી રાજુ ભાટિયા નાસી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા ઘરમાં ખાટલા ઉપર એક મોટો પથ્થર અને લોહી થી ખદબદતી ગાદી મળી આવી હતી. પોલીસે મૃતકના શરીર પી.એમ.માટે આગળની કાર્યવાહી શરુ કરી છે. પતિ પોતે જાતે વાળંદ હોઈ હેર કટિંગનું કામ કરતો હતું. આ સમગ્ર ઘટનાની ફરિયાદ મૃતકના સસરાએ લીમખેડા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે અજાણયા શખ્સ ને શકદારમાં રજુ ભાટિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી અને જો પતિએ હત્યા નથી કરી તો રાત્રે ઘરમાં જોડે સૂતો હતો પછી રાજુ ભાટિયા અચાનક ગાયબ કેમ થઇ ગયો ? એ પ્રશ્ન પોલીસને મૂંઝવણમાં મૂકી રહ્યો છે અને પોલીસ એ જ થીયરી ઉપર પગેરું મેળવવા અને રાજુને શોધી કાઢવા માટે તપાસ શરુ કરી દીધી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here