દાહોદ જિલ્લાના સંજેલીની APMC ખાતે કૃષિ સુધારા કાયદા અંગે યોજાયો ખેડૂત જાગૃતિ કાર્યક્રમ

0
68
કૃષિબિલ પ્રસાર થતાં જ ખેડૂતોને હવે સાચા અર્થમાં આઝાદી મળી છે. : ધારાસભ્ય રમેશ કટારા 
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલીની માર્કેટ યાર્ડ ખાતે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશ કટારાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ખેડૂત નવા કાયદાથી પોતાના પાક ગમે તે જગ્યાએ લે વેચ કરી શકે ખેડૂતોને સીધો લાભ મળે તે માટે આ યોજના અમલમાં મૂકી છે.તાલુકાના પાંચ ખેડૂતોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જે બાદ સુધારા બીલ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સંજેલી ઝાલોદ રોડ પર આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ તા.૦૮/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશ કટારાની ઉપસ્થિતિમાં યોજાયો. ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવનું વળતર મળે તે માટે ૫૬ ની છાતી રાખીને મોદી સરકારે જગતના તાત માટે સંસદમાં બિલ પસાર કર્યું છે. વેપારીઓમાં સ્પર્ધા આવશે તો ખેડૂતોને ઉંચા ભાવો મળશે અને લાભ થશે ખેડૂતોને. વિરોધ પક્ષ પર કટાક્ષ મારતા કહ્યું હતું કે જે લોકોને ખબર નથી બટાકા ક્યાં થાય અને મરચાં ક્યાં થાયએ લોકો આ બિલનો વિરોધ કરવા માટે પંજાબ અને હરિયાણાની ધરતી પર નીકળ્યા છે. કાળી મજૂરી કરનાર ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને યોગ્ય વળતર મળે એ માટેનું બિલ પ્રસાર કર્યું છે. જેમાં વેપારી ખેડૂતો મજૂરોને કોઈ નુકસાન નથી. હવે ગુજરાતનો ખેડૂત પૂરા હિન્દુસ્તાનમાં પોતાનો ખેત પેદાશો ઊંચા ભાવ જ્યાં મળે ત્યાં વેચી શકે છે. કાશ્મીર થી કન્યાકુમારી સુધી અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. કૃષિ મહોત્સવ ખેડૂત સંમેલન કરી વૈજ્ઞાનિકોને ગાંધીનગર થી ગામડામાં મોકલી જમીન ચકાસણીના કાર્યક્રમ હિન્દુસ્તાન માં પહેલીવાર ગુજરાતમાં કર્યું છે. ખેડૂતો માટે કૃષિ બજેટ ડબલ કર્યું. ગાયો અને ભેંસો આપવાથી દાહોદ જિલ્લામાં દરરોજ ૫૫ લાખ રૂપિયાનું ખેડૂતો દૂધ વેચે છે. ૨૦ વર્ષથી વીજળીમાં બિલમાં વધારો કર્યા વગર ૪૦ પૈસે યુનિટ આપી ૭ હજાર કરોડની મદદ ખેડૂતોને ગુજરાત સરકાર કરી રહી છે. ગાય ખેડૂત રાખે અને દર વર્ષે ૧૦૮૦૦/- રૂપિયાની સહાય સરકાર આપે. દેશ આઝાદ થયા બાદ બધાના આઝાદી મળી હતી.બિલ પ્રસાર થતાં જ ખેડૂતોને હવે સાચા અર્થમાં આઝાદી મળી છે. ધરતીપુત્રો નવા કાયદાથી પોતાના પાક ગમે તે જગ્યાએ લે વેચ કરી શકે, આ સરકાર દ્વારા ખેડૂતોને સીધો લાભ મળે તે માટેની યોજના બનાવી ભાજપ સરકારે બિલને મંજૂરી આપી છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમના ઝપટમાં આવી કોઇ ખેડૂત બીચારો ગેરમાર્ગે ન દોરાય તે માટે કાર્યક્રમો યોજી ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે કોંગ્રેસમા ઈટીપી, બીટીપી અને કોંગ્રેસ એમ ત્રણ ભાગ પડી ગયા છે. કરોડોની મદદ ખેડૂતોને ગુજરાત સરકાર કરી રહી છે. કાર્યક્રમમાં જિલ્લા પાર્ટી પ્રમુખ શંકર અમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, APMC ચેરમેન માનસિંગ રાવત, કાળુભાઇ સંગાડા, સંજેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જશુભાઇ બામણીયા, સંજેલી સરપંચ કિરણ રાવત, મહેન્દ્ર પલાશ, પ્રફુલ્લ રાઠોડ, લિમસિગ રાઠોડ, જગદીશ પરમાર, વેપારી વિષ્ણુ અગ્રવાલ, રાજ મેડમ, ભાજપના કાર્યકરો, જિલ્લા તાલુકા સભ્યો, સરપંચો, ખેડૂતો અને વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here