Thursday, November 7, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લાના સિંગવડ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું...

દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું થયું ખાતમુહૂર્ત

દાહોદ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાના સિંગવડ તાલુકા મથકે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના આદિજાતિ અને શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોડના હસ્તે થયું હતું.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી સિંગવડ તાલુકો અલગ થયા બાદ સિંગવડ તાલુકાના પ્રજાજનોના જુદા જુદા વહીવટી કામ અર્થે લીમખેડા તાલુકા મથકે જવું પડતું હતું. જેમાં સમય તથા નાણાનો વ્યય થતો હતો. જેથી રાજ્ય સરકાર દ્વારા સિંગવડ ખાતે નવીન તાલુકા સેવા સદનની મંજૂરી મળતાં તમામ તાલુકા કક્ષાની કચેરીઓ એક જ મકાનમાં સમાવિષ્ટ થશે. જેથી તાલુકાની પ્રજાને સિંગવડ તાલુકા મથકે જ તમામ વહીવટી સુવિધાઓ જેવી કે જન સેવા કેન્દ્ર, ઈ ધરા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર ઓફિસ, સિટી સર્વે ઓફિસ, રેકોર્ડ રૂમ, સપ્લાય બ્રાંચ, એડમીન ઓફિસ, મામલતદાર કચેરી,મીટિંગ હોલ, સર્કલ ઓફિસ રેવન્યુ ઓફિસ, રેવન્યુ તલાટી ઓફિસ, રેકોર્ડ રૂમ, વગેરે સુવિધાઓ તાલુકા સેવા સદન નિર્માણ થયેથી તાલુકાવાસીઓને એક સ્થળ ઉપર મળી રહશે આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડના ધારાસભ્ય શૈલેષ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય મહેશ ભુરીયા, રમેશ કટારા, શીતલબેન વાઘેલા , રમીલાબેન રાવત, પ્રભારી સતિષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર, મહા મંત્રી નરેન્દ્ર સોની, કલેકટર હર્ષિત ગોસવી, SDM જ્યોતિ ગોહિલ , તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક D. M. Bhatt એ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments