Tuesday, December 10, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર...

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચુંટાયા

MANISHBHAI SHAH –– LIMKHEDA_SINGVAD
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા પંચાયતમાં ગત તા.૧૬/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ પ્રમુખ તરીકે ભાજપના કાંતાબેન ફુલસિંગભાઈ ડામોર અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન પર્વતભાઈ ડાયરા બિન હરીફ ચૂંટાઈ આવતા તાલુકા પંચાયતમાં પ્રથમ ચુંટણીમાં જ ભાજપનો ભગવો લહેરાયો હતો.
નવ રચિત સિંગવડ તાલુકાની સૌ પ્રથમ વખત તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સિંગવડ તાલુકા પંચાયતની પ્રથમ કારોબારીની રચના ગત રોજ કરવામાં આવી. સીંગવડ તાલુકામાં ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 18 બેઠકોમાંથી 16 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસનું અગારા અને સિંગાપુર મળી માત્ર બે બેઠક ઉપર ખાતું ખુલ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતમાં ચૂંટણી બાદ સૌ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો આમ સંજેલી તાલુકા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી તાલુકામાં કોંગ્રેસની 2 બેઠક આવી હતી.
THIS NEWS IS POWERED BY –-SHRI KRISHNA SWEETS
ગત રોજ સીંગવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. તા.૧૬/૦૩/૨૦૨૧ ની બપોરે પ્રમુખ પદ માટે મલેકપુર બેઠક ઉપર વિજેતા થયેલા કાંતાબેન ફૂલસીંગભાઈ ડામોર તથા ઉપપ્રમુખ પદ માટે મંડેર બેઠક ઉપરથી ચૂંટાયેલા લીલાબેન પર્વતભાઈ ડાયરા ઉમેદવારી પત્ર ભર્યુ હતું. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે માત્ર એક – એક જ ફોર્મ ભરાતા સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કાંતાબેન ફુલસિંગભાઈ ડામોર  તથા ઉપપ્રમુખપદે  લીલાબેન પર્વતભાઈ ડાયરા બિન હરીફ ચુંટાઇ આવ્યા હતા, તો કારોબારી ચેરમેન પદે રવેસિંહ તેરાભાઇ તાવિયાડ તેમજ પક્ષના નેતા તરીકે સિંગવડ તાલુકા પંચાયત બેઠક ના ક્રિષ્નાબેન ચતુરભાઈ કિશોરી અને દંડક તરીકે જયાબેન રણજીતસિંહ ઠાકોર ની વરણી કરવામાં આવી હતી. જેઓને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments