દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા ઝાલોદ તાલુકાના સરહદી વિસ્તારમાંથી આવતી ખાનગી બસો અને વાહન ચાલકો ઉપર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે ખરા ? ? ? ?

0
329

 PRITESH PANCHAL –– JHALOD 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રોજ કોરોના કેશ વધી રહ્યા છે અને કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં ઝાલોદ તાલુકામાં રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી આવતી બસો અને જીપોમાં મુસાફરી કરતા મુસાફરોને ન તો કોરોના ની ડર છે કે ન તો માસ્ક પહેરવાની જરૂરિયાત અને બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સનો પણ તે લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે.

એક બાજુ ઝાલોદ નગરમાં તાલુકા મામલતદાર અને પોલીસ કર્મીઓ દ્વારા જે લોકોએ માસ્ક પહેરેલ ન હોય તેને પકડી કોરોનાના રેપીડ ટેસ્ટ કરાવવાની ફરજ પાડે છે અને જો તે વ્યક્તિ નેગેટિવ આવ્યો તો આકારો દંડ કરે છે અને જો પોઝીટીવ આવ્યો તો સીધો દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં. તો બીજી બાજુ રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસોમાં અને વાહનોમાં ઘેંટા બકરા પુર્યા હોય તેમ મુસાફરોને ભરેલા હોય છે. તો શું આ લોકોને કોરોના નહીં લાગે ? કેમ આવી ખાનગી કંપનીની બસો અને વાહનોને રોકી ચેકીંગ કરતા નથી કે કોઈ આકાર પગલાં લેતા નથી. આવી જ રીતે જો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દાહોદ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે તો કેમ ઝાલોદ તાલુકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે ? હવે જોવું રહ્યું કે તંત્ર તેમના ઉપર શું પગલાં લેશે. કે પછી જેમ ચાલે છે તેમ ચાલવા દઈ કોરોના મહામારી વધુ વકરે તેની રાહ જોશે. તેવું ઝાલોદ નગરમાં લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here