દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસે બે લાખ ચાલીસ હજારનો દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો

0
1047

 

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લામા  બદીઓ શોધી કાઢવામાંટે જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા દ્વારા અપાયેલ સુચનાના આધારે ગરબાડા ઇન્ચાર્જ પી એસ આઈ જે. વી. ચૌધરી તથા જેસાવાડા હેડ કોસ્ટેબલ અમૃત લક્ષ્મણસિંહ તથા સ્ટાફના અન્ય માણસોને રાખી પેટ્રોલીંગ કરતા હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે ધાનપુર તાલુકાના કૌટબી ગામનો વીનેશ  માવી મધ્ય પ્રદેશ માંથી ઈંગ્લીશ દારૂ અને બીયર લઈ  પોતાના ગામ ધાનપુર જવાનો છે. આ હકીકતને ધ્યાન માં રાખી અમો ખજૂરી ગામે વોચ માં હતા તેવામાં એક પીકઅપ વાન આવતા તેને રોકી ચાલકને પકડી લઇ તેમાં તપાસ કરતા ટેમ્પામાં 150 પુથ્ઠાના બોક્ષ હતા જે તપાસ કરતા તેમાં ઈંગ્લીશ દારૂ ના ક્વાટરીયા તેમજ બીયરના ટીન મળી કુલ 3240 નંગ બોટલ હતી. જેની બજાર કિંમત રૂપિયા 2,40,000/- તેમજ ટેમ્પાની કિંમત રૂપિયા 4,50,000/- કુલ મળી 6, 90,000/- નો મુદ્દામાલ કબ્જે લઇ ગુજ. પ્રોહી. એક્ટ ની કલમ 66 બી, 65 એ ઈ., 116 બી મુજબ વીનેશ માવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here