દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા પોલીસ મથક ના PSI એ. આર. ગઢવીને ACB એ રૂપિયા 70000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા

0
1667

NewsTok24 – Digvijaysinh Chauhan – Jhalod

                                        દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ACB એ આજ રોજ ઈરફાન અબ્દુલ્લા વસ્તા રહેવાસી ભરૂચ તાલુકાના 30/09/2015 ની ફરિયાદ ના આધારે આજે ઝાલોદ ખાતે અશોક રામદાન ગઢવી PSI ઝાલોદ પોલીસ મથક તેમજ પોલીસ કોસ્ટેબલ અરવિંદ ગણપતભાઈ ની ટ્રેપ ગોઠવી હતી જેમાં PSI ગઢવી ACB ના હાથે રૂપિયા 70000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા

                                        સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકા મથકના એક વેપારીએ ચોરીની ટ્રક ખરીદી હતી તે ગુના ના કામે એક આરોપીને ઝડપી પાડી અને આગળની કડી મેળવી અન્ય એક ગાડીના દલાલ નું નામ ખુલતા તેઓના નામે ચોરીનો ગુનો દાખલ નહિ કરવા માટે PSI દ્વારા 70000 ની માંગણી કરાતા ACB ને ફરિયાદ કરી હતી એ મળેલ ફરિયાદના આધારે PSI ગઢવી ની ટ્રેપ ગોઠવાઈ હતી અને તેમાં તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા આ ટ્રેપ વડોદરાના ACB  P.I.  G. D. Palsana અને ફીલ્ડ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી અને દાહોદ ACB ના R.R. Ahir તેના ઇન્ચાર્જ ઓફિસર હતા. આ ઘટના થી સમગ્ર જીલ્લા પોલીસમાં સોપો પડી ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here