દાહોદ S.O.G. PSI જે.બી. ધનેશા અને તેમની ટીમને દાહોદ ટાઉન ‘‘A’’ ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાંથી દેશી બનાવટની માઉઝર (પીસ્ટલ) સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ

0
50


નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પંચમહાલ-ગોધરા, રેન્જ ગોધરાનાઓએ વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી થાય તથા ફ્રી એન્ડ ફેયર ચુંટણી થાય તે માટે A.T.S. ચાર્ટર મુજબની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ બલરામ મીણા પોલીસ અધિક્ષક દાહોદ નાઓને ખાસ સુચના કરેલ હોય, જેથી A.T.S. ચાર્ટર મુજબની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ કડક સુચના અને માર્ગદર્શન આધારે આર.સી.કાનમીયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા દાહોદનાઓએ એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારીઓને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ જે સુચના અને માર્ગદર્શન આધારે જે.બી.ધનેશા પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી. શાખા દાહોદ તથા એસ.ઓ.જી. શાખાના માણસો આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી દાહોદ ટાઉન ‘‘A’’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી અનુસંધાને એસ.ઓ.જી. ચાર્ટર લગત કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. જયેશકુમાર શાંતિલાલનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, દાહોદ કસ્બા બાજુથી એક ઇસમ રાખોડી કલરનું ટી-શર્ટ પહેરેલ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ ઇસમ પોતાની પાસે દેશી બનાવટની માઉઝર પીસ્ટલ લઇ એમ.જી. રોડ થઇ દાહોદ જનતા ચોક તળાવ બાજુ ગોધરા રોડ તરફ જનાર હોય તેવી મળેલ બાતમી હકિકત આધારે દાહોદ એમ.જી.રોડ ચોકી નં.૧ આગળ સદરહું ઇસમની વોચમાં હતા તે દરમ્યાન બાતમી વર્ણનવાળો એક ઇસમ દાહોદ કસ્બા બાજુથી ચાલતો-ચાલતો એમ.જી. રોડ ચોકી નં.૧ આગળ આવતાં તેને જરૂરી કોર્ડન કરી પકડી અંગઝડતી કરતાં આરોપી સાબિર જબ્બારઅલી જાતે મકરાણી ઉ.વ.૨૫ રહે.દાહોદ કસ્બા, આલમદાર ચોક, તા.જી.દાહોદનાઓની પાસે થી ગેરકાયદેસર દેશી બનાવટની માઉઝર પીસ્ટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ ટાઉન ‘‘A’ ડીવીઝન પો.સ્ટે. આર્મ્સ એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પકડાયેલનું નામ સાબિર જબ્બારઅલી જાતે મકરાણી ઉ.વ.૨૫ રહે.દાહોદ કસ્બા, આલમદાર ચોક, તા.જી.દાહોદ અને તેની પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ દેશી બનાવટની માઉઝર (પીસ્ટલ) જેની કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરેલ છે.આ આરોપીને પકડવામાં કામગીરી કરનાર (૧) આર.સી.કાનમીયા પોલીસ ઇન્સ્પેકટર, (૨) જે.બી.ધનેશા P.S.I. (૩) A.S.I. નવઘણભાઇ સરતાનભાઇ, (૪) અ.હે.કો. જયેશકુમાર શાંતિલાલ, (૫) અ.પો.કો. પ્રદિપભાઇ ભીખુભાઇ, (૬) જીતેન્દ્રભાઇ સુબાભાઇ, (૭) અ.પો.કો. અરવિંદભાઇ પાંગળાભાઇ, (૮) અ.પો.કો. ગણપતભાઇ મીઠલુભાઇ (૯) આ.પો.કો. રાજેન્દ્રભાઇ મનસુખભાઈ

આમ આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે દાહોદ ટાઉન ‘‘A’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર માંથી એક દેશી બનાવટની માઉઝર (પીસ્ટલ) સાથે એક ઇસમને ઝડપી પાડી આર્મ્સ એકટનો કેસ શોધી કાઢવામા દાહોદ S.O.G. બ્રાન્ચને સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here