Tuesday, March 19, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન અને અપહરણનાં...

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન અને અપહરણનાં કેસો દાખલ કરતા ગુનેગારોમાં ફફડાટ

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે તા.૨૩/૧૧/૨૦૨૨ નાં ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – ૦૭ કેસો કરેલ છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો – ૦૭, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કેસો – ૦૧, જેમાં બોટલો નંગ – ૧૨, કી.રૂ.૧૩૨૦/- તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.૨૦,૦૦૦/- તથા દેશી દારૂના કુલ – ૦૪ કેસો , ૧૫ લીટર જેની કીંમત રૂપીયા – ૩૦૦/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા ૦૨ કેસો પીવાના કરેલ છે.

ઝાલોદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૬ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૨૧૨, ૫૦૬(૨) તથા પોકસો એકટ કલમ ૪, ૧૭ મુજબના ગુનાના કામે છેલ્લા છ વર્ષથી અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી નામે રીતેશભાઇ તાલુભાઇ જાતે.ગરાસીયા રહે. ગામ પંડવાળ વોર્ડ નંબર-૬ પોલીસ સ્ટેશન ભીલકુવા તા.કુશલગઢ, જી. વાસવાડા (રાજ.) નાઓને સ્થાનિક પોલીસના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપી પેશેન્જર વાહનમાં બેસી ઝાલોદ તરફ જવાનો હોય તેવી બાતમી મળતા ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી ટીમ વર્ક દ્વારા ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ – ૨૪ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી – ૧૦૭ હેઠળ કુલ – ૮૧ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી – ૧૫૧ હેઠળ કુલ – ૨૮ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૦૯ હેઠળ કુલ – ૦૪ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૧૦ હેઠળ કુલ – ૫૭ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ કુલ – ૪૦ મળી કુલ – ૨૧૦ અટકાયતી પગલા લીધેલ છે.

આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments