દુધિયા સતકૈવલ સમાજ દ્વારા મહા બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
373

 HIMANSHU PATEL –– DUDHIYA 

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં દુધિયા ગામે સતકૈવલ ફળિયામાં સકલ પંચ કાયમ સમાજ દ્વારા મહા સુદ બીજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરમ ગુરુ કરુણાસાગર મહારાજની ૨૪૭મી પ્રગટ દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પ્રાત: ઉપાસના આરતી બાદમાં ગામમાં ભગવાન કરુણા સાગર ની શોભા યાત્રા તેમજ તિલક, ધ્વજા સાથે કાઢવામાં આવી હતી. ત્યારબાદ સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળ કુબેર પ્રગટ સમયની આરતી આનંદોત્સવ યોજાયો. સાંજે ૨૪૭ દીવા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ મહાપ્રશાદ તથા ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here