ગ્રામીણ ઓલમ્પિકમાં ગ્રામ્ય વિસ્તારની રમતોની પ્રાધાન્ય ગ્રામ્ય વિસ્તારના અનેક રમત વીરોએ ભાગ લીધો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પરંપરાગત ભરાતા દશેરાના મેળાની સાથે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના રમત-ગમત સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ 18 મો ગ્રામીણ ઓલમ્પિક 2023 નું આયોજન કરતા આ ઓલમ્પિકને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ઓલમ્પિકમાં ગ્રામ્ય વિસ્તારની રમતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં ખોખો, કબડ્ડી, માટલા દોડ , ગોફણ ફેક , ગીલોલ, તિરંદાજી, ગેડી દડા, સાયકલ પોલો, રસ્સા ખેંચ, લાંબી દોડ, ટૂંકી દોડ જેવી અનેક ગ્રામ્ય વિસ્તારની રમતો રમાય છે. જેમાં કબડ્ડીની રમતએ ઓલમ્પિકની મુખ્ય રમત હોય તેમ આ રમત આ ઓલમ્પિકનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમાન જોવા મળે છે. જેને જોવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમ આ રમતમાં વિજેતા બનેલા રમતવીરોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે ત્યારે આ 18માં ગ્રામીણ ઓલમ્પિકમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો.