દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હાટ બજારમાં “સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન” અંતર્ગત ભવાઈ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી. પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી. રમનના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજારમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડૉ. શોભના મુનિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાછવાના સુપરવાઈઝર સહીત સ્ટાફ, સી.એચ.ઓ. તેમજ લેપ્રસી, ટી.બી., મેલેરીયા, સુપરવાઈઝર, સિકલસેલ તેમજ એચ.આઈ.વી. કાઉન્સેલરની ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં તારીખ ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલસેલ, H.I.V. વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય એ માટે જુદી જુદી જગ્યાઓએ જેમ કે, હાટ બજાર, સ્કૂલો તેમજ કોલેજમાં “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ“ પ્રચાર – પ્રસાર માટે પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.