નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધર રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓએ જિલ્લામાં પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશલાવી સદંતર નેસ્તોનાબૂદ કરવા સારું લિસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી / પરિવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેડ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા સારુ જિલ્લા LCB ની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને LCB ની ટીમ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો તેમજ પ્રોહી બુટલેગરો ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી.
દરમિયાન એલસીબી પી.આઇ. એમ.કે. ખાંટ નાઓની સૂચના મુજબ ગયા પરમ દિવસે PSI એમ.એફ. ડામોર તથા PSI આર.વી. ઝાલા તથા LCB સ્ટાફની ટીમ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન LCB ની ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે એક બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાયકલ ઉપર લુગડુ બાંધી તેમાં ઇંગ્લિશ દારૂ ભરી લઈ આવતા કાકડખીલા ચેકપોસ્ટ નજીક વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ ના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધાનપુર પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ. આ ગુનામાં પકડાયેલ આરોપી સરદારભાઈ પ્રતાપભાઈ જાતે મખોડ, રહે ડુમકા નાળા ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પાસેથી ભારતીય બનાવટ નો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ તથા ટીન બિયર બોટલો નંગ 371 જેની કિંમત રૂપિયા 46,249/- તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ ની કિંમત ₹20,000/- મળી કુલ કિંમત રૂપિયા 66,249/- નું મુદ્દામાં કબજે કરેલ આમ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ કિંમત રૂપિયા 46,249/- નો રોહિત મુદ્દામાં તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધે ડિસ્કવર મોટરસાયકલ મળી કિંમત રૂપિયા 66,249/- નો મુદ્દા માલ આ સાથે આરોપીને ઝડપી પાડીએ રોહી ગણના પાત્ર શોધી કાઢવામાં દાહોદ LCB બ્રાન્ચને સફળતા મળેલ છે