ધોરાજીના નવ યુવાનો અમરનાથ યાત્રાએ હર હર મહાદેવના નાદ સાથે વડીલો અને મિત્રોના આશીર્વાદ લઈને જવા નીકળ્યા

0
156

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજીના જેતપુર રોડ પર ખરાવાડ રોડ અને ચલુવાડી વિસ્તાર અને મોતીનગરના નવ યુવાનો નિકળ્યાં અમરનાથ યાત્રાએ. ધોરાજીથી આજરોજ સાંજે પાંચ વાગ્યે અમરનાથ યાત્રાએ નીકળ્યાં હતાં અને વીસ દિવસનો કાર્યક્રમ કરી ધોરાજી પરત ફરશે. હર હર મહાદેવના નાદ સાથે ધોરાજી થી અમરનાથ યાત્રા નો શુભ આરંભ કર્યો છે ત્યારે ખાસ વિશેષતા એ છે કે અમરનાથની પવિત્ર ગુફામાં બરફથી કુદરતી રીતે જ શિવલિંગનુ નિર્માણ થાય છે. કુદરતી રીતે બરફના કારણે શિવલિંગ બને છે જેથી તેને સ્વયંભૂ શિવલિંગ પણ કહેવામાં આવે છે. આષાઢી પૂર્ણિમાના દિવસે આની શરૂઆત થયા બાદ રક્ષા બંધનના દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલે છે. સમગ્ર શ્રાવણ મહિનામાં અમરનાથ યાત્રા ચાલુ રહે છે. પવિત્ર શિવલિંગના દર્શન કરવા માટે લાખો લોકો પહોંચે છે. ખાસ બાબત એ છે કે ગુફામાં ઉપરથી બરફના પાણીના ટિપા પડતા રહે છે. અહીં જ એક જગ્યા એવી પણ છે જ્યાં ગુફામાં ઉપરથી પડતા ટિપાના કારણે આશરે દસ ફુટના શિવલિંગનુ નિર્માણ થાય છે. ચન્દ્રના ધટવા અને વધતાની સીધી અસર શિવલિંગના કદ પર થાય છે. જાણકાર લોકો કહે છે કે શ્રાવણ પુર્ણિમાના દિવસે તે તેના પૂર્ણ આકારમાં આવી જાય છે. ત્યારબાદ અમાસ સુધી ધીમે ધીમે તેના કદમાં ધટાડો થાય છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરે છે આનુ ખાસ મહત્વ રહેલુ છે જેમાં ધોરાજીથી આ નવ યુવાનોમાંના જયેશભાઈ કાછડીયા, સંજયભાઈ અમીપરા, સેજુલ કોટડીયા, યોગેશ રાજપરા, વિશાલ વેગડ, જયસુખભાઇ બાબરીયા, તુષારભાઈ ભુવા, વિજયભાઈ ભુવા, કિરીટભાઈ બાબરીયા આમ નવ યુવાનો નિકળ્યાં અમરનાથ યાત્રાએ વડીલો અને મિત્રો ના આશીર્વાદ લઈને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here