ધોરાજીમાં પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલા રસ્તા ચોમાસામાં અતિ ખરાબ હાલ થતા પ્રજાજનોમાં ભારે રોષ

0
41

ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે આવેલ રસ્તાના ચોમાસામાં અતિ ખરાબ હાલ થયા છે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે આ રસ્તામાં પાણી ભરાય છે. અને આ રસ્તો નદી પટમાં ફેરવાઈ જાય છે. જેને કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને આ રોડ ક્રોસ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર રાહદારીઓને ચાલવું કે વાહનોને ચલાવવું ભારે મુશ્કેલ બની રહ્યું છે. આ રસ્તો આવતા-જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપે તેવો છે. તંત્ર આ અંગે જાણતું હોવા છતા પણ રસ્તાઓના ખાડા ભરવાને બદલે આંખ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેના કારણે આમ પ્રજામાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. અત્યારે આ રોડ ખખડધજ ડિસ્કો‌ રોડ બની ગયો છે. આ રોડને લેવલિંગ કરીને બનાવવામાં આવે તેવી પ્રજાજનોએ માંગ કરી છે. દર વર્ષે અહીં પાણી ભરાતું હોવા છતા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવતું નથી. જેને કારણે પ્રજાજનોને સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે પણ ભારે વરસાદમાં પાણી ભરાઈ જતા રસ્તો ખરાબ થઈ ગયો હોવા છતા તેને તાકીદે તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here