ધોરાજીમાં બેન્ક કર્મચારીઓની હડતાળ, તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ, લાખો રૂપિયાનો વ્યવહાર ખોરવાઈ ગયો અને લોકો પરેશાન થયા

0
65

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજ રોજ બેન્ક કર્મચારી ઓના યુનીયન “યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનીયન” દ્વારા જુદી જુદી માંગણીઓના સંદર્ભમાં દેશ વ્યાપી બંધનું એલાન આપવામાં આવેલ, તે મુજબ આજ રોજ ધોરાજી શહેર તથાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારની તમામ રાષ્ટ્રીય કૃત બેન્કનાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. રાષ્ટ્રીયકૃત બેન્કનું NPA અસાધારણ રીતે વધી રહયું છે ત્યારે કર્મચારીઓની માંગણી છે કે મોટા ઉદ્યોગ ગૃહો જેમની પાસે અબજો રૂપિયાની રકમ ફસાયેલી છે તેમની સામે આકરી કાર્યવાહી કરી આ રકમ રીકવર કરવામાં આવે, આ સિવાય બેન્કોનું મર્જર ખાનગી કરણ વિગેરે કર્મચારી કાર્યવાહી અટકાવવામાં આવે તેમજ સર્વિસ ચાર્જ પરત લેવામાં આવે. આવાં જુદા જુદા પ્રજાહિતનાં મુદાઓ પર આજ રોજ બેન્ક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે આ હડતાલને લીધે સ્થાનિક વ્યાપારીઓના અને લોકોનાં લાખોનાં વ્યવહાર ખોરવાઈ ગયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here